Gujarati News

Gujarati News

News of Friday, 30th March 2018

‘‘લ્‍યુકેમિઆ એન્‍ડ લિમ્‍ફોમા સોસાયટી ઓફ અમેરિકા''ને AAPI નું ૧ લાખ ડોલરનું ડોનેશન

વોશીંગ્‍ટન :  યુ.એસ. સ્‍થિત ‘‘અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીયન્‍સ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન (AAPI )'' એ તાજેતરમાં  ‘‘લ્‍યુકેમિઆ એન્‍ડ લિમ્‍ફોમા સોસાયટી ઓફ અમેરિકા''ને ૧ લાખ ડોલરનું ડોનેશન આપ્‍યું છે. જે તેમણે ૯ થી ૧૧ માર્ચ ર૦૧૮ દરમિાયન મળેલી ગવર્નીંગ બોડી મીટીંગ દરમિયાન જાહેર કર્યુ હતું.

એશોશિએશન પ્રેસિડન્‍ટ  ડો. ગૌતમ સમદરએ પ૦,૦૦૦ ડોલરનો એક સોસાયટીને આપ્‍યો હતો. તથા બાકીની તેટલી જ રકમ  ખ્‍ખ્‍ભ્‍ત્‍ ના પૂર્વ પ્રેસિડન્‍ટ ડો. વિનોદ શાહએ આપતા ૧ લાખ  ડોલર આપી શકાયા હતાં. જે  ખ્‍ખ્‍ભ્‍ત્‍ દ્વારા લોંચીંગ થનારા લ્‍યુકેમિઆ એન્‍ડ લિમ્‍ફોમાસ કમ્‍પેન અનુસંધાને ૮ ઉપરોકત ડોનેશન અપાયું હતું. તેું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(9:31 pm IST)