Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

અમેરિકાના ન્‍યુજર્સી હાઇવે ઉપર ભારે ટ્રાફિક જામ વચ્‍ચે પોલીસ અધિકારીઓ તથા ફાયર ફાઇટર જવાનોએ માનવતા મહેકાવી : પ્રસૂતિ માટે પતિ સાથે હોસ્‍પિટલે જઇ રહેલી ઇન્‍ડિયન અમેરિકન મહિલાને રસ્‍તામાં વેણ ઉપડતા કોર્ડન કરી લઇ સુખરૂપ ડીલીવરી કરાવી

ન્‍યુજર્સી : અમેરિકાના ન્‍યુજર્સીમાં હાઇવે ઉપર પસાર થઇ ડીલીવરી માટે હોસ્‍પિટલે જઇ રહેલી ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી વેંધાના ને રસ્‍તામાં જ વેણ ઉપડતા તેના પતિએ વાહનને રોડની સાઇડમાં લેવડાવી લીધું હતું. આ સમયે તુરત જ પરિસ્‍થિતિનો તાગ મેળવી ચૂકેલા ફાયર ફાઇટર તથા પોલીસ અધિકારીઓ મહિલાની મદદે આવી ગયા હતા. તથા તેને ફરતી કોર્ડન કરી લઇ ટ્રાફિકની ચિંતામાંથી મુકત કરી દીધા હતા.

મહિલાએ સુખરૂપ ડીલીવરી દ્વારા પુત્રીને જન્‍મ આપ્‍યો હતો. બાદમાં તેઓને ઉપસ્‍થિત  અધિકારીઓએ હોસ્‍પિટલ જવાની  વ્‍યવસ્‍થા કરી આપી હતી. જયાં માતા તથા પુત્રી બંને સલામત તથા તંદુરસ્‍ત જણાતા ઇન્‍ડિયન અમેરિકા શ્રી અનુ જ દેસાઇ તથા તેમના પત્‍ની સુશ્રી વેંધાનાએ મદદરૂપ થનાર તમામ અધિકારીઓને હૃદયપૂર્વક આભાર માન્‍યો હતો.

(9:30 pm IST)