Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

‘‘USA નેશનલ બ્રેઇન બી ચેમ્‍પીયનશીપ'' સ્‍પર્ધામાં ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસનો ડંકો : જુદા જુદા રીજીયનના વિજેતા પ૩ સ્‍ટુડન્‍ટસ વચ્‍ચે પ્રથમ ત્રણે નંબર ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટરસના ફાળે

મેરીલેન્‍ડ : યુ.એસ.માં યુનિવર્સિટી ઓફ મેરીલેન્‍ડ સ્‍કુલ ઓફ ડેન્‍ટીસ્‍ટ્રી ખાતે યુ.એસ.એ. નેશનલ બ્રેઇન  બી. ચેમ્‍પીયનશીપના ઉપક્રમે ૧પ માર્ચથી ૧૮ માર્ચ ર૦૧૮ દરમિયાન યોજાયેલા બ્રેઇન અવેરનેસ વીક અંતર્ગત ઇન્‍ડિયન અમેરિકન હાઇસ્‍કુલ સ્‍ટુડન્‍ટ અખિલ કોન્‍ડેયુડીને વિજેતા ઘોષિત કરાયો હતો.

સેન્‍ટ લુઇસ MO સ્‍ટુડન્‍ટ અખિલએ જુદા જુદા પ૩ રીજીયોનલ બ્રેઇન બી વિજેતાઓ વચ્‍ચેની  સ્‍પર્ધામાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું હતું. તેને ૧પ૦૦ ડોલરનું ઇનામ અપાયું હતું. તથા ન્‍યુરો સાયન્‍સ લેબમાં ૮ સપ્તાહની ઇન્‍ટરશીપ માટે  પસંદ કરાયો હતો. તે આગામી જુલાઇ માસમાં બર્લિત મુકામે  યોજાનારી વર્લ્‍ડ બ્રેઇન બી ચેમ્‍પીયનશીપમાં અમેરિકાનું પ્રતિનિધિત્‍વ કરશે.

ઉપરાંત અન્‍ય ર ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટ હેમન્‍થ આસિર્વાથમ તથા સહજ બિન્‍દ્રા અનુક્રમે બીજા તથા ત્રીજા ક્રમે આવ્‍યા હતા. જેઓ બંનેને એક એક હજાર ડોલર એનાયત કરતા હતાં.

(9:30 pm IST)