Gujarati News

Gujarati News

News of Friday, 30th March 2018

‘‘ઇન્‍ડિયા હેરીટેજ સ્‍કોલરશીપ એવોર્ડ'': યુ.એસ.ના કેરીટોસ કેલિફોર્નિયા / એશિઅન અમેરિકન સ્‍ટુડન્‍ટસને એવોર્ડ આપી પ્રોત્‍સાહિત કરાશે

 

કેલિફોર્નિયા : અમેરિકામાં ૧ એપ્રિલ ર૦૧૮ રવિવાર રોજ કેરિટોસ શેર્ટન, ૧ર૭રપ, સેન્‍ટર કોર્ટ ડ્રાઇવ, કેરિટોસ કેલિફોર્નિયા મુકામે ૩રમો વાર્ષિક ઇન્‍ડિયા હેરીટેજ સ્‍કોલરશીપ એવોર્ડ વિતરણ સમારંભ યોજાશે. જેનો સમય સવારે  ૧૧ વાગ્‍યાથી રાત્રિના ૧૧.પ૯ મિનીટ સુધીનો રહેશે.

ર૦૧૮ની સાલમાં સાઉધર્ન કેલિફોર્નિયાની હાઇસ્‍કુલ / મિડલ સ્‍કુલના સ્‍ટુડન્‍ટસ માટેના આ એવોર્ડ અંતર્ગત તેના માતા-પિતા કે બંનેમાંથી એક એશિયન/ ઇન્‍ડિયન અમેરિકન હોવા જરૂરી  છે. એવોર્ડ મેળવવા માટે અરજી ક રવાની છેલ્લી તારીખ ૧૯ માર્ચ રાખવામાં આવી હતી.

સ્‍ટુડન્‍ટસને અપાનારા એવોર્ડમાં એક ડેમિક એકસલન્‍સ એવોર્ડ તથા આઉટ સ્‍ટેન્‍ડીંગ એચિવમેન્‍ટ એવોર્ડનો સમાવેશ થાય છે જે ગાલા લંચ કાર્યક્રમ વખતે એનાયત કરાશે. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(9:29 pm IST)