Gujarati News

Gujarati News

News of Friday, 30th March 2018

યુ.એસ. ના જયોર્જીયામાં ગેસ સ્‍ટેશન કલાર્ક વિક્રમ પટેલ ઉપર ગોળીબાર કરનાર આરોપીને આજીવન જેલ : હત્‍યા કરવાનો પ્રયત્‍ન, લૂંટફાટ તથા ગન રાખવાના આરોપસર ફરમાવાયેલી સજા : ગોળીબારનો ભોગ બનેલ ઇન્‍ડિયન અમેરિકન યુવાન વિક્રમ પટેલ હવે ચાલી શકવા માટે અસમર્થ

 

જયોર્જીયા : યુ.એસ.ના જયોર્જીયા ગેસ સ્‍ટેશનના કલાર્ક ઇન્‍ડિયન અમેરિકન ૩૮વર્ષીય વિક્રમ પટેલ ઉપર ઉપરાઉપરી ગોળીબાર કરી સ્‍ટોરમાં લૂંટ ચલાવી નાસી છુટેલા ર૧ વર્ષીય આરોપી બ્રાન્‍ડન બુરો સ્‍મિથને કોર્ટએ હત્‍યા કરવાનો પ્રયત્‍ન, લૂંટફાટ તથા આ કાર્ય માટે ગન રાખવાના આરોપસર રર માર્ચ ર૦૧૮ના રોજ આજીવન કેદની સજા ફરમાવી છે. જે મુજબ ૩૦ વત્તા ૩૦ વર્ષની સજા પેરોલ વિના ભોગવવાનો હુકમ કર્યો છે.

ફેબ્રુ-ર૦૧૭માં બનેલી ઘટના મુજબ શુટીંગનો ભોગ બનેલો ૩૮ વર્ષીય ઇન્‍ડિયન અમેરિકન યુવાન વિક્રમ પટેલ હવે ચાલી શકવા માટે અશકિતમાન બની ગયો છે. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(9:28 pm IST)