Gujarati News

Gujarati News

News of Friday, 30th March 2018

‘‘યોર સ્‍ટોરી અવર ફાઇટ'' સૂત્ર સાથે ઇન્‍ડિયન અમેરિકન મહિલા એટર્ની સુશ્રી સાઇરા રાવ ચૂંટણીના મેદાનમાં : કોલોરાડોના પ્રથમ કોંગ્રેશ્નલ ડીસ્‍ટ્રીકટમાંથી ડેમોક્રેટ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે : ગન બાયોલન્‍સ નાબુદ કરવા, તમામને સમાન હકકો અપાવવા, રોજગારી વધારવા સહિતના મુદ્દે ચૂંટણી લડવા આતુર

વોશીંગ્‍ટન ડીસી :  ‘‘યોર સ્‍ટોરી અવર ફાઇટ'', સૂત્ર સાથે યુ.એસ.માં વોશિંગ્‍ટન ડીસી સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન મહિલા એટર્ની સુશ્રી સાઇરા રાવએ કોલોરાડોના પ્રથમ કોંગ્રેશ્નલ ડીસ્‍ટ્રીકટમાંથી ડેમોક્રેટ તરીકે ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણી કમ્‍પેન માટે તેમણે કોઇપણ પોલિટીકલ એકશન કમિટીને બદલે તમામ પ્રજાજનો પાસેથી ફંડ ભેગુ કરવાનું નકકી કર્યુ છે.

તેઓ ગન વાયોલન્‍સ નાબુદ કરવા, તમામ લોકો માટે રોજગારીની તકો, પોલીસ તંત્રની નિંભરતા દૂર કરવા, કલાઇમેટ ચેન્‍જ, ટયુશન ફ્રી પબ્‍લીક કોલેજ, ઇમિગ્રન્‍ટસને રક્ષણ આપવા સહિતના મુદ્દે ચૂંટણી લડવા માંગે છે તથા સમાનતા, આર્થિક વિકાસ અને ન્‍યાય સાથેના અમેરિકાનું નિર્માણ  કરવા માંગે છે.

તેમણે યુનિવર્સિટી ઓફ વર્જીનીયા તથા ન્‍યુયોર્ક યુનિવર્સિટી  સ્‍કુલ ઓફ લો માંથી ગ્રેજયુકેશન કર્યુ છે. પ્રાઇમરી ચુંટણી ર૬ જુન ર૦૧૮ના રોજ છે.

(9:28 pm IST)