Gujarati News

Gujarati News

News of Thursday, 29th March 2018

‘‘વ્‍યવસાય તથા સંસ્‍કૃતિનો સુભગ સમન્‍વય’’: યુ.અેસ.માં ૧પ માર્ચ ર૦૧૮ના રોજ યોજાઇ ગયેલો ‘‘IACCGH’’ વીમેન મીન બિઝનેસ પ્રોગ્રામ: વ્‍યવસાયમાં સફળતા મેળવવાની સાથોસાથ નોનપ્રોફિટ સેવાઓ માટે સમય ફાળવવા અંગે સુશ્રી રત્‍નાકુમાર તથા સુશ્રી સુનંદા નાયરઅે માર્ગદર્શન આપ્‍યું

હ્યુસ્‍ટન : યુ.અેસ.માં ઇન્‍ડો અમેરિકન ચેમ્‍બર ઓફ કોમર્સ ઓફ ગ્રેટર હ્યુસ્‍ટનના ઉપક્રમે ‘‘IACCGH’’ વીમેન મીન બિઝનેસ સીરીઝ પ્રોગ્રામ ૧પ માર્ચ ર૦૧૮ના રોજ યોજાઇ ગયો. જે ર૦૧૩ની સાલથી શેલ ઓઇલ કંપની દ્વારા પ્રમોટ કરવામાં આવે છે.

આ પ્રસંગે ‘સંસ્‍કૃતિ’ના આર્ટિસ્‍ટીક ડીરેકટ સુશ્રી રત્‍નાકુમાર તથા સુનંદા પર્ફોમીંગ આર્ટસ સેન્‍ટરના ફાઉન્‍ડર સુશ્રી સુનંદા નાયરઅે પ્રાસંગિક ઉદ્ધોન કર્યુ હતું જે અંતર્ગત વ્‍યવસાય તથા સંસ્‍કૃતિના સુભગ સમન્‍વયને પ્રાધાન્‍ય આપવાનું જણાવાયું હતું.

આ બંને મહિલાઓ પોતપોતાના વ્‍યવસાયમાં સફળતાની સાથે કેવી રીતે નોનપ્રોફિટ સેવાઓ માટે પણ કેવી રીતે સમય ફાળવે છે તે જણાવાયું હતું. જેનો હેતુ ‘વ્‍યવસાય સાથે સેવા’ને વણી લેવાનો હતો. તેવું IAN  દ્વારા જાણવા મળે છે.

(12:26 am IST)