Gujarati News

Gujarati News

News of Friday, 30th March 2018

અમેરિકામાં ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્‍ટન, ISSO ટેમ્‍પલ, તથા રેડિયો દબંગના સંયુકત ઉપક્રમે ૧૮ માર્ચ ર૦૧૮ના રોજ ‘‘હોલી ઉત્‍સવ’’ ઉજવાયો : હોલિકા દહન, દીપ પ્રાગટય, આરતી, ગણેશ સ્‍તુતિ તથા અબીલ ગુલાલની છોળો સાથે ઉજવાયેલા ઉત્‍સવમાં બોલીવુડ તથા ટીવી કાલકારો સહિત ૬૦૦૦ ઉપરાંત લોકો જોડાયા

હ્યુસ્‍ટન : અમેરિકાના હ્યુસ્‍ટનમાં ISSO ટેમ્‍પલ, ગુજરાતી સમાજ તથા રેડિયો દબંગના સંયુકત ઉપક્રમે ૧૮ માર્ચ ર૦૧૮ના રોજ ભારતીયોનો સુવિખ્‍યાત તથા લોકપ્રિય તહેવાર ‘હોલી’ ઉજવાઇ ગયો. જેમાં ઇન્‍ડિયન અમેરિકન સહિત વિવિધ કોમ્‍યુનીટીના ૬ હજાર જેટલા લોકો જોડાયા હતા.

ઝી ટીવી, ડીસ્‍કાઉન્‍ટ પાવર, તથા તુર્કીશ અેરલાઇન્‍સના સહયોગ સાથે ઉજવાયેલા આ ઉત્‍સવમાં બોલીવુડ સ્‍ટાર અમય દેઓલ તથા સારેગામ ર૦૧૬ વિજેતા જયોતિકા ટાંગ્રી જોડાયા હતા.

ઉત્‍સવમાં હોળી તહેવારનું મહત્‍વ સમજાવાયું હતું. રંગબેરંગી વસ્‍ત્રોમાં સજ્જ થઇને આવેલા લોકોઅે પરસ્‍પર અબીલ ગુલાબનલી છોળો ઉડાડી આનંદ માણ્‍યો હતો. દીપ પ્રાગટય, ગણેશ સ્‍તુતિ, આરતી, મ્‍યુઝીક તથા ડાન્‍સ સાથે યોજાયેલા ‘હોલી મેલા’ તથા હોલી પ્રાગટયનું આયોજન કરાયું હતું. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(12:25 am IST)