Gujarati News

Gujarati News

News of Thursday, 29th March 2018

યુ.અેસ.ના ‘‘ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ચાર્ટર્ડ અેકાઉન્‍ટન્‍ટસ ઓફ ઇન્‍ડિયા, સાન ફ્રાન્‍સિસ્‍કો ચેપ્‍ટર’’ને ‘‘બેસ્‍ટ ચેપ્‍ટર ઓવરસીઝ’’ અેવોર્ડ : ન્‍યુદિલ્‍હીમાં યોજાયેલા ૬૮માં વાર્ષિક IACI અધિવેશનમાં અેવોર્ડ આપી બહુમાન કરાયું

ન્‍યુ દિલ્‍હી : યુ.અેસ.માં ર૦૧૭ની સાલથી શરૂ થયેલા ‘‘ધ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ચાર્ટર્ડ અેકાઉન્‍ટન્‍ટસ ઓફ ઇન્‍ડિયા સાન ફ્રાન્‍સિસ્‍કો ચેપ્‍ટર’’ને ન્‍યુ દિલ્‍હીમાં યોજાયેલા ૬૮માં વાર્ષિક IACI ફંકશનમાં બેસ્‍ટ ચેપ્‍ટર ઓપરસીઝ અેવોર્ડ અેનાયત કરાયો હતો. જે ચેપ્‍ટરના ચેરશ્રી વિશ અરૂણાચલમ તથા વાઇસ ચેર સુશ્રી ગીથા રામક્રિશ્‍નનઅ સ્‍વીકાર્યો હતો.

આ પ્રસંગ વિશ્‍વ વ્‍યાપ્‍ત ર૦૦૦ જેટલા ચાર્ટર્ડ અેકાઉન્‍ટન્‍ટસ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતાં. જેમાં ઇન્‍ડિયન કોમર્સ અેન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રી મીનિસ્‍ટર શ્રી સુરેશ પ્રભુ, રેલવે તથા કોલ મીનીસ્‍ટર શ્રી પિયુષ ગોપલ, તથા લો અેન્‍ડ જસ્‍ટીસ ડીપાર્ટમેન્‍ટના રાજય કક્ષાના મિનીસ્‍ટર શ્રી પી.પી. ચૌધરી સહિતનાઓને સમાવેશ થતો હતો. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(12:24 am IST)