Gujarati News

Gujarati News

News of Thursday, 29th March 2018

અમેરિકાના ઓહિયોમાં ૪ જુલાઇ ૮ જુલાઇ ર૦૧૮ દરમિયાન AAPIનું વાર્ષિક અધિવેશન : યુ.અેન. ખાતેના અમેરિકાના અેમ્‍બેસેડર સુશ્રી નિક્કી હેલી, તથા અમેરિકા ખાતેના ભારતના અેમ્‍બેસેડર શ્રી નવેતેજ સરનામે આમંત્રિણ કરાયા : આર્ટ ઓફ લીવીંગના શ્રી શ્રી રવિશંકરનું ચાવીરૂપ ઉદ્બોધન : વિશ્‍વભરના અગ્રણી તબીબો, નોબર પારિતોષિક વિજેતા મહાનુભાવો, કોંગ્રેસમેન, કોમ્‍યુનીટી અગ્રણીઓ તેમજ હોલીવુડ અને બોલીવુડની હસ્‍તિઓ સહિત ર૦૦૦ ઉપરાંત લોકો ઉમટી પડવાની ધારણાં: રજીસ્‍ટ્રેશન કરાવવાની છેલ્‍લી તારીખ ૩૧ માર્ચ ર૦૧૮

ઓહિયો : યુ.અેસ.માં કોમ્‍બસ કન્‍વેન્‍શન સેન્‍ટર, ઓયિિ મુકામે આગામી ૪ જુલાઇથી ૮ જુલાઇ ર૦૧૮ દરમિયાન ‘‘અમેરિકન અેશોસિઅેશન ઓફ ફીઝીશીયન્‍ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન (AAPI)’’નું ૩૧ મુ વાર્ષિક અધિવેશન મળવાનું છે. જેમાં હાજરી આપવા રજીસ્‍ટ્રેશન કરાવવાની છેલ્‍લી તારીખ ૩૧ માર્ચ ર૦૧૮ છે.

આ અધિવેશનમાં આર્ટ ઓફ લીવીંગના ફાઉન્‍ડર શ્રી શ્રી રવિશંકર ચાવીરૂપ ઉદ્બોધન કરશે. પાંચ દિવસિય અધિવેશનમાં હાજરી આપવા માટે યુ.અેન.ખાતેના અમેરિકાના રાજદૂત ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિક્કી હેલી તથા અમેરિકા ખાતેના ભારતના રાજદૂત શ્રી નવેત જ શરનામે આમંત્રીત કરાયા છે, ઉપરાંત અમેરિકાના કોંગ્રેસમેન, વિશ્‍વકક્ષાના નેતાઓ, નોબલ વિજેતાઓ, ગવર્નર્સ તેમજ હોલીવુડ અને બોલીવુડની હસ્‍તિઓ પણ હાજર રહી ઉદ્બોધનનો કરશે.

અધિવેશનમાં હેલ્‍થ કેર ઇન્‍ડસ્‍ટ્રી, મેડીકલ સ્‍ટુડન્‍ટસ સહિત દેશ વિદેશના અગ્રણી તબીબો હાજર રહી નવા સંશોધનો તેમજ હેલ્‍થકેર વિષયક ઉદ્બોધનો કરશે.

(12:23 am IST)