Gujarati News

Gujarati News

News of Thursday, 29th March 2018

આફ્રિકાના જંગલમાં વસતા જંગલી પ્રાણીઓના રક્ષણ માટે શ્રી સ્‍વામિનારાયણ ગાદી સંસ્‍થાન, મણિનગરનું પ્રેરણાદાયી કાર્ય : નાણાંની લાલચે જંગલી પ્રાણીઓનો શિકાર થતો અટકાવવા અભયારણમાં સશસ્‍ત્ર ચોકીદારો મુકયા ; પ્રાણીઓની સારવાર માટે ડોકટરની સુવિધા કરી : છેલ્‍લા ૧૦ વર્ષથી ચલાવાઇ રહેલી જીવદયા ઝુંબેશ દરમિિયન ૧પ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો

આફ્રિકા : આફ્રિકાના જંગલમાં વસતા જંગલી પ્રાણીઓ જેવા કે હાથી, ગેંડા, દીપકડા સહિતનાઓના રક્ષણ માટે શ્રી સ્‍વામીનારાયણ ગાદી સંસ્‍થાન મણિનગરઅે છેલ્‍લા ૧૦ વર્ષથી ઝુંબેશ શરૂ  કરી છે.

આ ઝુંબેશ અંતર્ગત નાણાં કમાવા માટે આવા પ્રાણીઓનો શિકાર થતો અટકાવવા અભયારણ્‍યમાં સશસ્‍ત્ર ગાર્ડ મુકવા, આ પ્રાણીઓની સારવાર માટે ડોકટરી સુવિધા સહિતની પ્રવૃત્તિઓ માટે અત્‍યાર સુધી માં ૧પ કરોડ રૂપિયાનો ખર્ચ કરી જીવદયાનું પ્રેરક ઉદાહરણ પુરૂ પાડયુ હોવાનું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(12:22 am IST)