Gujarati News

Gujarati News

News of Thursday, 29th March 2018

અમેરિકામાં ર૦ર૦ની સાલમાં થનારી વસતિ ગણતરીમાં નાગરિકની ‘‘સીટીઝનશીપ’’ નો પ્રશ્‍ન ઉમેરાશે : યુ.અેસ.ડીપાર્ટમેન્‍ટ ઓફ કોમર્સ સેક્રેટરી વિલ્‍વર રોઝની ર૬ માર્ચ ર૦૧૮ના રોજ ઘોષણા : સીટીઝનશીપ નહીં ધરાવતા ઇન્‍ડિયન અમેરિકાનો માં ફફડાટ : અમેરિકનોને દરેક ક્ષેત્રો પ્રાધાન્‍ય આપતા પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ હકાલટપટ્ટી કરાવી દેશે તેવી ભીતિ

વોશીંગ્‍ટન :  અમેરિકામાં દર ૧૦ વર્ષે યોજાતી વસતિ ગણતકરી અંતર્ગત ર૦ર૦ની સાલમાં ગણતરી થશે. જો કે તેનો હેતુ વસ્‍તીના પ્રમાણમાં કોંગ્રેસની સીટ નકકી કરવાનો તથા જે તે વિસ્‍તારને ફંડ પૂરૂ પાડવાનો છે. પરંતુ આગામી વસતિ ગણતરીમાં અેક સવાલ ઉમરવાનું નકકી કરાયું છે. જે ‘‘સિટીઝનશીપ’’ અંગેનો છે.

યુ.અેસ.માં સ્‍થાયી થયેલા ઇન્‍ડિયન અમેરિકાઓ માટે આ પ્રશ્‍ન મુશ્‍કેલી ઉભી કરશે તેવું મંતવ્‍ય જુદા જુદા ક્ષેત્રોના કોમ્‍યુનીટી અગ્રણીઓઅે વ્‍યકત કર્યુ છે. જેઓના મતે સીટીઝનશીપ અંગે જવાબ લખવાથી ઘણા ગેરકાયદે ભારતીય વીઝા ધારકોને હકાલપટ્ટી થવાનો ડર લાગે છે. કારણ કે વર્તમાન પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ દરેક ક્ષેત્રે અમેરિકનોને પ્રાધાન્‍ય આપવાના મતના છે. તેથી આ પ્રશ્‍ન હટાવી લેવા દરેક સ્‍ટેટમા લોસુર દાખલ કરવાનું વિચારાઇ રહ્યું છે.

ઉલ્‍લેખનીય છે કે ર૬ માર્ચના રોજ યુ.અેસ.ના ડીપાર્ટમેનટ ઓફ કોમર્સના સેક્રેટરી વિલ્‍વર રોઝઅે આ પ્રશ્‍ન આગામી વસતિ ગણતરીમાં પૂછાશે તેવી ઘોષણા કરી છે. જેનો જવાબ યસ કે નોમાં આપવાનો છે.

 

(12:22 am IST)