Gujarati News

Gujarati News

News of Thursday, 29th March 2018

યુ.એસ.ના ન્‍યુયોર્કમાંથી કોંગ્રેસમેન તરીકે ચૂંટણી લડી રહેલા ઇન્‍ડિયન અમેરિકન શ્રી સુરજ પટેલનું ચૂંટણી કમ્‍પેન પૂર જોશમાં: પ્રતિસ્‍પર્ધી વર્તમાન રિપબ્‍લીકન કોંગ્રેસવુમન માટે કપરા ચઢાણ સાથે કાંટે કી ટકકરઃ

ન્‍યુયોર્કઃ યુ.એસ.માં ન્‍યુયોર્કના કોંગ્રેશ્‍નલ ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન યુવાન શ્રી સુરજ પટેલ તથા તેમના પ્રતિસ્‍પર્ધી વર્તમાન કોંગ્રેસવુમન કેરોલીન મેલોની વચ્‍ચેનું ચૂંટણી કમ્‍પેન પૂર જોશમાં ચાલી રહ્યુ હોવાનું જાણવા મળે છે.

વર્તમાન રિપબ્‍લીકન કોંગ્રેસવુમન કેરોલીનએ જણાવ્‍યા મુજબ સુરજ પટેલને તેમની પટેલ અટકના કારણે પટેલ કોમ્‍યુનીટીનું ફંડ મળી રહ્યુ છે. સામે પક્ષે શ્રી સુરજ પટેલએ જણાવ્‍યા મુજબ કેરોલિનાએ ભૂતકાળમાં પોલીટીકલ એકશન કમિટી તેમજ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ પાસેથી ફંડ મેળવેલ હતું. તેના કરતા પોતે કોમ્‍યુનીટી ઉપરાંત સમાજના તમામ વર્ગ પાસેથી સમર્થન રૂપે ફંડ મેળવી રહ્યા છે. શ્રી પટેલએ પ લાખ ૫૦ હજાર ઉપરાંતનું ચૂંટણી ફંડ મેળવી લીધુ હોવાનું જણાવ્‍યુ હતુ. તેઓ ન્‍યુયોર્કના ૧૨મા ડીસ્‍ટ્રીકટમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ કલાઇમેટ, ઇનોવેશન, એજ્‍યુકેશન, હેલ્‍થકેર, ઇમીગ્રેશન તથા ગાંજાને કાયદેસરની માન્‍યતા આપવા મુદે કમ્‍પેન ચલાવી રહ્ય છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:11 pm IST)