Gujarati News

Gujarati News

News of Thursday, 29th March 2018

બ્રિટનમાં માનવ તસ્‍કરી, ઘરેલુ હિંસા, યૌન શોષણ સહિતના મામલે ભોગ બનતા ભારતીયોની સંખ્‍યામાં વધારો : ર૦૧૬ની સાલમાં ૧૦૦ ની સામે ર૦૧૭ની સાલમાં ૧૪૦ ભારતીયો શોષણનો શિકાર બન્‍યા : ‘‘નેશનલ ક્રાઇમ એજન્‍સી'' દ્વારા બહાર પડાયેલી સત્તાવાર યાદી

લંડન :  બ્રિટનમાં માનવ તસ્‍કરી ઘરેલું હિંસા, યૌન શોષણ સહિતનાં મામલે ભોગ બનતા વિદેશી નાગરિકોમાં ભારતીયો પ્રથમ ૧૦ દેશોમાં છે. શોષણનો ભોગ બનતા ભારતીય મુળના નાગરિકોની સંખ્‍યા ર૦૧૬ની સાલમાં ૧૦૦ હતી. જે ર૦૧૭માં ૧૪૦ થઇ જવા પામી  છે. તેવું બ્રિટનની નેશનલ ક્રાઇમ એજન્‍સી (NCA) દ્વારા બહાર પડાયેલા સત્તાવાર આંકડાઓ દ્વારા જાણવા મળે છે.

જો કે ભારતીયો કરતાં પણ વધુ સંખ્‍યા ધરાવતા આવા દેશોના નાગરિકોમાં સૌપ્રથમ ક્રમે ૭૭૭ નાગરિકો સાથે અલ્‍બાનિઆ તથા ૭૩૯ નાગરિકો સાથે વિયેતનામ બીજા ક્રમે આવે છે. તેમ છતાં પ્રથમ ૧૦ દેશોમાં ભારતના નાગરિકો પણ આવી જાય છે.

(11:11 pm IST)