Gujarati News

Gujarati News

News of Thursday, 29th March 2018

કેલિફોર્નિયા સ્‍ટેટ એસેમ્‍બલીમેન ઇન્‍ડિયન અમેરિકન શ્રી આશા કાલરા બીજી ટર્મ માટે પણ મેદાનમાં: ૨૭મા ડીસ્‍ટ્રીકટમાંથી ડેમોક્રેટ તરીકે ઉમેદવારી નોંધાવીઃ સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી સમર્થન

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના કેલિફોર્નિયા સ્‍ટેટ એસેમ્‍બલીમેન ઇન્‍ડિયન અમેરિકન શ્રી આશા કાલરાએ બીજી ટર્મમાં પણ ઉમેદવારી નોંધાવી છે. તેઓ પોતાના ૨૭મા એસેમ્‍બલી ડીસ્‍ટ્રીકટમાંથી ફરીવાર ચૂંટણી લડશે. જે માટે તેમણે ૧૫ માર્ચના રોજ પોતાના સમર્થકોને જાણ કરી દીધી છે.

ડેમોક્રેટ ઉમેદવાર શ્રી આશ કાલરા આ અગાઉ સાન જોસ સીટી કાઉન્‍સીલર તરીકે પણ ૮ વર્ષ સુધી સેવાઓ આપી ચૂકયા છે. તેઓ ૨૦૧૬ની સાલમાં ૨૭મા ડીસ્‍ટ્રીકટમંથી એસેમ્‍બલીમેન તરીકે ચૂંટાઇ આવ્‍યા હતા. તેઓ એફોર્ડેબલ હાઉસીંગ, ટ્રાન્‍સપોર્ટેશન સિસ્‍ટમ, એજ્‍યુકેશન સહિતના ક્ષેત્રે સેવાઓ આપવા આતુર હોવાનું જણાવ્‍યું હતું.

શ્રી આશા કાલરાને વિવિધ જુથોનું સમર્થન છે. જેમાં કેલિફોર્નિયા ડેમોક્રેટીક પાર્ટી, કેલિફોર્નિયા પ્રોફેશ્‍નલ ફાયર ફાઇટર્સ, કોંગ્રેસવુમન ઝૂ લોફગ્રેન, સુપરવાઇઝર્સ, મેયર, સહિતનાઓનો સમાવેશ થાય છે.

(11:10 pm IST)