Gujarati News

Gujarati News

News of Thursday, 29th March 2018

યુ.એસ.ના મેસ્‍સેચ્‍યુએટસમાં જજ તરીકે ઇન્‍ડિયન અમેરિકન મહિલા એટર્ની સુશ્રી તેજલ મહેતાની નિમણુંકઃ ગવર્નર કાઉન્‍સીલ દ્વારા ૮ વિરૂધ્‍ધ ઝીરો મતથી બહાલી

મેસ્‍સેચ્‍યુએટસઃ  યુ.એસ.માં મેસ્‍સેચ્‍યુએટસઃ યુ.એસ.માં મેસ્‍સેચ્‍યુએટસના જજ તરીકે ઇન્‍ડિયન અમેરિકન મહિલા  એટર્ની  સુશ્રી તેજલ મહેતાની નિમણુંકને ગવર્નર કાઉન્‍સીલએ ૮ વિરૂધ્‍ધ ઝીરો મતથી સર્વાનુમતે બહાલી આપી છે. તેઓ કોનકોર્ડ ડીસ્‍ટ્રીકટ જજ તરીકે ફરજ બજાવશે.

સુશ્રી મહેતા પ્રોસીકયુટર તેમજ ડીફેન્‍સ એટર્ની તરીકેને બહોળો અનુભવ ધરાવે  છે. તેમણે સિવીલ તથા ક્રિમીનલ લો બંન્‍ને ક્ષેત્રે કામગીરી બજાવેલી છે.

તેમણે બોસ્‍ટન યુનિવર્સિટી લો કોલેજમાંથી ગ્રેજ્‍યુએટની ડીગ્રી મેળવેલી છે તેમજ બેડફોર્ડ મોન્‍ટેસરી સ્‍કૂલ બોર્ડમાં પણ તેઓ એકઝીકયુટીવ બોર્ડ મેમ્‍બર તરીકે સેવાઓ આપી ચૂક્‍યા છે.

(11:10 pm IST)