Gujarati News

Gujarati News

News of Thursday, 29th March 2018

કેલિફોર્નિયા ગવર્નર પદ માટેની ઉમેદવારી પાછી ખેંચતા ઇન્‍ડિયન અમેરિકન સાઇકિઆટ્રીસ્‍ટ ડો. હર્મેશકુમાર : હવે કોન્‍ટ્રા કોસ્‍ટા કાઉન્‍ટીના ૪ થા ડીસ્‍ટ્રીકટમાંથી સુપરવાઇઝર સીટ માટે ચૂંટણી લડશે

કેલિફોર્નિયા : યુ.એસ.માં કેલિફોર્નિયા ગવર્નર પદના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન ડો. હર્મેશકુમારએ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે તથા હવે તેઓ કોન્‍ટ્રા કોસ્‍ટા કાઉન્‍ટીના ૪ થા ડીસ્‍ટ્રીકટમાંથી સુપરવાઇઝર સીટ માટે ચૂંટણી લડશે.

ગવર્નર પદ માટે પ્રાઇમરી ચૂંટણીમાં જરૂર ફંડ ભેગુ નહીં થઇ શકતા તેમણે ઉમેદવારી પાછી ખેંચી લઇ ઉપરોકત સુપરવાઇઝર સીટ માટે ચૂંટણી લડવાનું નક્કી કર્યુ છે. તેઓ સાઇકિઆટ્રીસ્‍ટ હોવાથી પ્રજાજનોની માનસિક તંદુરસ્‍તી વધારવા તથા સ્‍વસ્‍થતા જાળવી રાખવા માટે મદદરૂપ થવા માંગતા હોવાનું જણાવ્‍યું હતું. આ પદ ઉપર તેઓ વર્તમાન ડેમોક્રે્‌રીક સુપરવાઇઝર કરેન મિટકોફનો મુકાબલો કરશે.

(11:09 pm IST)