Gujarati News

Gujarati News

News of Thursday, 29th March 2018

ન્‍યુજર્સીની તમામ પ્રાઇમરી સ્‍કૂલોમાં આર્મ્‍ડ પોલીસનો બંદોબસ્‍ત રાખવો જોઇએ : ચેરી હિલ કાઉન્‍ટી કાઉન્‍સીલ વુમન ઇન્‍ડિયન અમેરિકન સુશ્રી સંગીતા દોશીનું લીડરશીપ પ્રોગ્રામ આયોજીત કાર્યક્રમમાં ઉદ્‌્‌બોધન

ન્‍યુજર્સી :  યુ.એસ.ના ન્‍યુજર્સીમાં ર૦ માર્ચના રોજ ‘‘લીડરશીપ પ્રોગ્રામ''ના ઉપક્રમે લોંચીંગ કરાયેલા પોલીટીકસ એન્‍ડ સ્‍પાઇસ પોડકાસ્‍ટમાં ફર્સ્‍ટ ગેસ્‍ટ તરીકે પધારેલા ચેરી હિલના કાઉન્‍સીલવુમાન ઇન્‍ડિયન અમેરિકન સુશ્રી સંગીતા દોશીએ જુદા જુદા વર્તમાન પ્રસંગો તથા દેશના પ્રશ્નો વિષે ઉદ્‌્‌બોધન કર્યુ હતું.

તેમણે તાજેતરમાં પાર્કલેન્‍ડ શુટીંગની ઘટનાનો ઉલ્લેખ કરી ગન કન્‍ટ્રોલ વિષે છણાંવટ કરી હતી તથા જણાવ્‍યું હતું કે પ્રાઇમરી સ્‍કુલોમાં સુરક્ષા માટે આર્મ્‍ડ પોલીસની વ્‍યવસ્‍થા કરવી જોઇએ. જે તેમના ચેરીલેન્‍ડ કાઉન્‍ટીમાં કરવામાં આવી છે. જ ેનો અમલ ન્‍યુજર્સી સ્‍ટેટમાં પણ થવો જોઇએ તેવું સૂચન તેમણે કર્યુ હતું.

ઉપરાંત બિઝનેસ સાથે સંકળાયેલા તેમજ એન્‍જીનીયરીંગ ડીગ્રી ધરાવતા પરિવારના હોવા છતાં તેમણે રાજકારણમાં આવવા માટે પિતાની સલાહ યાદ કરી કોમ્‍ન્‍યુનીટી માટે કંઇક કરી છુટવાનો હેતુ હોવાનું જણાવ્‍યું હતું.

તેઓ મધ્‍યપ્રદેશના જબલપુરના વતની છે.

(11:09 pm IST)