Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

પાકિસ્તાનના સિંધની ધારાસભામાં ધબધબાટી : ઇમરાન ખાનની પાર્ટીના નેતાઓ વચ્ચે આપસી મારામારી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના સિંધની ધારાસભામાં ધબધબાટી થઇ હોવાનું જાણવા મળે છે.જે મુજબ ઇમરાન ખાનની પાર્ટીના નેતાઓ વચ્ચે આપસી મારામારી થઇ જવા પામી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ સિંધની  વિધાનસભામાં તેહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) નેતાઓ અને 'બળવાખોર' નેતાઓ વચ્ચે ઝઘડો થયો હતો. સેનેટની ચૂંટણી દરમિયાન બળવાખોર નેતાઓએ પોતાને  મત આપવાનું કહ્યું હતું, ત્યારબાદ પીટીઆઈ નેતાઓએ વિધાનસભાને  યુદ્ધનું મેદાન બનાવી દીધું હતું.

પીટીઆઈના ત્રણ બળવાખોર નેતાઓ - અસલમ અબરૂ, શહરયાર શાર અને બક્ષ ગબોલ સિંધ વિધાનસભામાં પ્રવેશ્યા ત્યારે પીટીઆઈ નેતાઓએ તેમના પર હુમલો કર્યો હતો. કારણકે પીટીઆઈ નેતાઓ મત આપવા માટેની દાગીઓની માગણીથી  નાખુશ હતા.પરિણામે મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.અંતે  સુરક્ષા રક્ષકોએ નેતાઓને એક બીજાથી અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો . પીપીપી નેતાઓ પણ લડતમાં જોડાયા હતા.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(7:58 pm IST)
  • રાજકોટ જીલ્લા પંચાયતની કસ્તુરબાધામ બેઠક ઉપર ભાજપના ભુપતભાઈ બોદર જંગી બહુમતીથી જીતી ગયા છે access_time 11:39 am IST

  • ઝાયડસની વેકિસન મેના અંત સુધીમાં મળવા લાગશે : ઝાયડસ કેડીલાની કોરોના વેકસીન મે મહિનાના અંત સુધીમાં મળતી થઇ જશે.! ડો. એન.કે.અરોરા, ન્‍યુઝફર્સ્‍ટ access_time 6:46 pm IST

  • સ્પેનિશ બોક્સિંગ ટુર્નામેન્ટમાં મેરીકોમ અને અમિત પંઘાલ સહીત 12 ભારતીયો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા : આ ટુર્નામેન્ટમાં ભારતના ટોકિયો ઓલમ્પિક કોટા હાંસલ કરનારા તમામ 9 બોક્સર ઉપરાંત પાંચ અન્ય મુક્કેબાજ પણ ભાગ લઇ રહ્યા છે access_time 12:44 am IST