Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

પૈસા પાછળ દોટ મુકવાને બદલે સાઇબર સિકયુરીટીને વધુ મહત્‍વ આપનાર ઇન્‍ડિયન અમેરિકન શ્રીજય ચૌધરીઃ યુ.એસ.ના સિલીકોન વેલ્લીમાં સાઇબર સિકયુરીટી કંપની જીસ્‍કેલરના ફાઉન્‍ડર શ્રી ચૌધરીએ દુનિયાના સૌથી વધુ શ્રીમંતોની યાદીમાં સ્‍થાન મેળવ્‍યું: વતન ભારત માટે ગજબનો લગાવ

સિલીકોન વેલ્લીઃ અમેરિકાના સિલિકોન વેલ્લીમાં સાઇબર સિકયુરીટી કંપની જીસ્‍કેલરના ફાઉન્‍ડર ઇન્‍ડિયન અમેરિકન શ્રી જય ચૌધરીએ વિશ્વના સૌથી વધુ અમીરોની યાદીમાં સ્‍થાન હાંસલ કર્યુ છે.

તેઓ થોડા દસકા પહેલા સિલિકોન વેલ્લીના સૌથી વધુ શ્રીમંતોની યાદીમાં સ્‍થાન ધરાવતા હતા. પરંતુ ઇન્‍ટરનેટ સુરક્ષા માટેની તેમની લગનએ કંપનીના વિકાસમાં મહત્‍વનું યોગદાન આપતા તેઓ હવે ૩.૪ અબજ ડોલરની વેલ્‍યુ ધરાવતી કંપનીના માલિકબની ગયા છે.

જો કે શ્રી ચૌધરીના જણાવ્‍યા મુજબ તેમણે કયારેય પૈસા પાછળ દોટ મુકી નથી. માત્ર સાઇબર સિકયુરીટીનેજ મહત્‍વ આપ્‍યું છે. તેમને પોતાના વતન ભારત દેશ પ્રત્‍યે ગજબનો લગાવ છે. તેઓ અવારનવાર હિમાલય ક્ષેત્રમાં આવેલા પોતાના જન્‍મસ્‍થાનની મુલાકાતે જઇ સંતોષ તથા આનંદ મેળવે છે.

(8:52 pm IST)