Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

કેનેડામાં ટ્રક ,ટ્રેલર ,તથા કાર્ગો વાહન ચોરતી ગેંગનો પર્દાફાશ : ભારતીય મૂળના ત્રણ યુવાનોની ધરપકડ : ચાર મિલિયન ડોલરની કિંમતના 20 વાહનોની ચોરીનો આરોપ

ઓન્ટારિયો : કેનેડાની સાઉથ ઓન્ટારિયોની ક્રાઇમ બ્યુરોએ  ટ્રક ,ટ્રેલર ,તથા કાર્ગો વાહન ચોરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. જે અંતર્ગત 27 ઓક્ટોબરના રોજ ભારતીય મૂળના ત્રણ યુવાનોની ધરપકડ કરવામાં આવી છે.

આ ત્રણ યુવાનોમાં 39 વર્ષીય ધારવંત ગિલ ,25 વર્ષીય રવનીત બરાડ તથા 23 વર્ષીય દેવેશ પાલનો સમાવેશ થાય છે.તેમના ઉપર ચાર મિલિયન ડોલરની કિંમતના 20 વાહનોની ચોરીનો આરોપ છે.તેઓ બ્રેમ્પટનના રહેવાસી છે.તેમની પાસેથી ચોરી કરાયેલા ટ્રક ,ટ્રેલર ,તથા કાર્ગો વાહન જપ્ત કરવામાં આવ્યા છે.જે પૂરતી તપાસ બાદ તેના માલિકોને પરત સોંપવામાં આવ્યા છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(8:55 pm IST)