Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

યુ.એસ.માં એડિસન સીનીઅર એસોસિએશન , FISANA ,તથા ખડાયતા વણિક સમાજના પ્રેસિડન્ટ શ્રી હર્ષદભાઈ જેઠાલાલ દેસાઈની ચિર વિદાય : 25 ઓક્ટોબર 2021 ના રોજ 83 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા : સિનિયરોના મિત્ર તથા વિશાળ પરિવારના મોભીના દુઃખદ અવસાનથી શોકનું મોજું : આવતીકાલ 29 ઓક્ટોબર શુક્રવારે અંતિમયાત્રા

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : યુ.એસ.માં એડિસન સીનીઅર એસોસિએશન તથા FISANA પ્રેસિડન્ટ ,તેમજ ખડાયતા વણિક સમાજમાં પ્રેસિડન્ટ સહીત જુદા જુદા હોદ્દાઓ ઉપર ફરજ બજાવનાર શ્રી હર્ષદભાઈ જેઠાલાલ દેસાઈએ 25 ઓક્ટોબર 2021 ના રોજ 83 વર્ષની વયે ચિર  વિદાય લીધી છે.તેમનો જન્મ 16 ઓક્ટોબર 1938 ના રોજ થયો હતો. તેઓ વિશાળ કુટુંબ પરિવાર તથા સીનીઅર મિત્રો તથા સમાજને વિલાપ કરતા છોડી ગયા છે. તેમના અવસાનથી શોકનું મોજું ફરી વળ્યું છે.

સદ્દગતની અંતિમયાત્રા આવતીકાલ 29 ઓક્ટોબર શુક્રવારે ફ્રેન્કલીન મેમોરિયલ પાર્ક 1800 Rt.27 નોર્થ બ્રન્સવિક ન્યુજર્સી મુકામે રાખવામાં આવી છે.

તેઓ સ:હૃદયી સમાજ સેવક હતાં. મૃદુભાષી અને હસમુખા. ભારતીય સિનિયરોના લીડર હતાં.
તેમના આત્માને પ્રભુપરમાત્મા, પોતાના સહવાસમાં લઇને શાંતિ બક્ષે તેવી  પ્રાર્થના કરીએ છીએ.
તેમના કુટુંબીજનોને આ દુ:ખ સહન કરવાની પ્રભુ શક્તિ પ્રદાન કરે તેવી
પ્રાર્થના.

તેમના પરિવારજનોમાં સુશ્રી શકુન્તલા દેસાઈ ,સુશ્રી કલ્પા જોબલીયા , શ્રી ધવલ દેસાઈ ,સુશ્રી પ્રિયા શાહ ,શ્રી બીજલ દેસાઈ ,શ્રી સંદીપ જોબલીયા , સુશ્રી રીના દેસાઈ ,શ્રી રાકેશ શાહ ,સુશ્રી મેઘા દેસાઈ ,શ્રી હસ્તિન જોબલીયા ,સુશ્રી વૈશાલી જોબલીયા ,સુશ્રી માનસી શાહ ,શ્રી હૃદય શાહ ,ચિ . હયા ,ચિ.જય ,તથા ચિ.જિયાન દેસાઈનો સમાવેશ થાય છે.

વિશેષ માહિતી શ્રી ધવલ દેસાઈ 732 -429 -5008 ,શ્રી સંદીપ જોબલીયા 848 -250 -9465 ,શ્રી રાકેશ શાહ 732 -371 -1235 દ્વારા મળી શકશે.તેવું શ્રી શૈલેષ પટેલની યાદી જણાવે છે.

(12:34 pm IST)