Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

યુ.એસ.માં એડિસન ન્યુજર્સી સ્થિત કોમ્યુનિટી લીડર શ્રી બિમલભાઈ જોશીના માતુશ્રી પૂજ્ય વિદુલાબેન માનશંકર જોશીનું દુઃખદ અવસાન : 24 ઓક્ટોબર 2021 ના રોજ 90 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા : 27 ઓક્ટોબરના રોજ અંતિમયાત્રા યોજાઈ

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : યુ.એસ.માં એડિસન ન્યુજર્સી સ્થિત કોમ્યુનિટી લીડર શ્રી બિમલભાઈ જોશીના માતુશ્રી પૂજ્ય વિદુલાબેન માનશંકર જોશીનું 24 ઓક્ટોબર 2021 ના રોજ 90 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતની અંતિમયાત્રા 27 ઓક્ટોબર બુધવારના રોજ ફ્રેન્કલીન મેમોરિયલ પાર્ક , નોર્થ બ્રન્સવિક ન્યુજર્સી મુકામે યોજાઈ હતી.
        વિશેષ માહિતી શ્રી બિમલભાઈના કોન્ટેક નં 732-522-5160 દ્વારા અથવા શ્રી પરેશભાઈ જોશીના કોન્ટેક નં 732-642-0609 દ્વારા મળી શકશે .
પરમ કૃપાળુ પરમાત્મા સદગતના આત્માને શાંતિ આપે તથા તેમના પરિવારને આઘાત જીરવવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે શ્રી વીરુ પટેલની યાદીમાં જણાવાયું છે.


 

(11:31 am IST)