Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

અમેરિકાની કોંગ્રેસમાં ચંૂટાઇ આવવા માટે સુશ્રી હિરલ ટિપરનેની તથા શ્રી પ્રેસ્ટોન કુલકર્ણી હોટ ફેવરીટઃ ૬ નવેં.ના રોજ યોજાનારી ચૂંટણીઓ માટે ડેમોક્રેટ કોગ્રેશ્નલ કમ્પેન કમિટીએ આ બંને ઉમેદવારોને 'રેડ ટુ બ્લુ' પ્રોગ્રામમાં શામેલ કર્યા

ટેકસાસઃ અમેરિકામાં ૬ નવેં.૨૦૧૮ના રોજ યોજાનારી કોંગ્રેસની ચૂંટણીઓ લડી રહેલા ઇન્ડિયન અમેરિકન ઉમેદવારો પૈકી પ્રથમ વખત ચૂંટણી લડતા સુશ્રી હિરલ ટિપિરનેની તથા શ્રી પ્રેસ્ટોન કુલકર્ણી હોટ ફેવરીટ ગણાતા હોવાથી તથા તેમના ચૂંટાઇ આવવાની ખૂબ શકયતાઓ હોવાથી ડેમોક્રેટ પાર્ટીએ તેઓને ૧૭ ઓકટો.ના રોજ ''રેડ ટુ બ્લ્યુ''પ્રોગ્રામ હેઠળ શામેલ કર્યા છે.

સુશ્રી હિરલ એરિઝોનાના ૮મા કોંગ્રેશ્નલ ડીસ્ટ્રીકટમાંથી તથા શ્રી કુલકર્ણી ટેકસાસના રરમા કોંગ્રેશ્નલ ડીસ્ટ્રીકટમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ઉપરાંત ડેમોક્રેટીક કોંગ્રેશ્નલ કમ્પેન કમિટીએ ઓહિયોના પ્રથમ ડીસ્ટ્રીકટમાંથી ચૂંટણી લડી રહેલા શ્રી અફતાબ પૂરેવાલને પણ સમકક્ષ ગણ્યા છે.  

(9:09 pm IST)