Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

બ્રિટનમાં અંગ્રેજ બાળકો કરતાં ભારતીય મૂળના બાળકો વધુ તેજસ્વી : એજ્યુકેશન પોલિસી ઇન્સ્ટિટ્યૂટ થીન્ક ટેન્કનો 2019 ની સાલનો અહેવાલ

લંડન : બ્રિટનની એજ્યુકેશન પોલિસી ઇન્સ્ટિટ્યૂટ થીન્ક ટેન્કએ  2019 ની સાલનો અહેવાલ બહાર પાડ્યો છે.જે મુજબ બ્રિટનમાં અંગ્રેજ બાળકો કરતાં ભારતીય મૂળના બાળકો  વધુ તેજસ્વી જણાયા છે.ઉપરાંત ચીની મૂળના બાળકો પણ અંગ્રેજ બાળકો કરતા વધુ તેજસ્વી પુરવાર થયા છે.

અહેવાલમાં વધુમાં જણાવાયા મુજબ પ્રાઈમરી સ્કૂલનો અભ્યાસ પૂરો થતા સુધીમાં ભારતીય મૂળના બાળકો અંગ્રેજ બાળકો કરતા તમામ ક્ષેત્રે 7 મહિના આગળ છે.જયારે ચીની મૂળના બાળકો 12 મહિના આગળ જોવા મળ્યા છે.તેજ પ્રમાણે આગળ ઉપર સેકન્ડરી અભ્યાસમાં પણ ભારતીય મૂળના બાળકો એક વર્ષ તથા ચીની મૂળના બાળકો બે વર્ષ જેટલો સમય આગળ જોવા મળ્યા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:49 pm IST)