Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

"હિન્‍દુ હેરિટેજ ડે'': અમેરિકાના બોસ્‍ટનમાં ૧૯ મે ૨૦૧૮ના રોજ કરાયેલી ઉજવણીઃ વર્લ્‍ડ હિન્‍દુ કાઉન્‍સીલ ઓફ અમેરિકા તથા વિશ્વ હિન્‍દુપરિષદના સંયુક્‍ત ઉપક્રમે કરાયેલી ઉજવણીમાં હિન્‍દુ સંસ્‍કૃતિનું નિદર્શન કરાવાયું

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ અમેરિકાના બોસ્‍ટનમાં ૧૯મે ૨૦૧૮ના રોજ ‘‘હિન્‍દુ હેરીટેજ ડે''ઉજવાઇ ગયો.

વિશ્વ હિન્‍દુ પરિષદ તથા વર્લ્‍ડ હિન્‍દુ કાઉન્‍સીલ ઓફ અમેરિકાના સંયુક્‍ત ઉપક્રમે ૨૨ મા વાર્ષિક દિવસ નિમિતે માર્લબોરો મિડલ સ્‍કૂલમાં કરાયેલી ઉજવણીમાં બોસ્‍ટન ઉપરાંત મેરીમેક વેલી ચેપ્‍ટર્સના વોલન્‍ટીઅર્સ એકત્રિત થયા હતા.

આ વર્ષની ઉજવણીનું સૂત્ર ‘‘સેલિબ્રિટીંગ હિન્‍દુ સંસ્‍કૃતિ'' રાખવામાં આવ્‍યું હતું. જોગાનુજોગ આ દિવસ ‘‘ઇન્‍ટરનેશનલ કલ્‍ચરલ ફ્રિડમ ડે'' તરીકે ઉજવાય છે.

ઉજવણીની હાઇલાઇટસ TVAsia ચેનલ ઉપર કોમ્‍યુનીટી રાઉન્‍ડઅપ વિભાગમાં દર્શાવાય છે. તેવું TVAsia ન્‍યુઝલેટર દ્વારા જાણવા મળે છે.

(9:41 pm IST)