Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

અમેરિકાના ન્યુયોર્કમાં કારમાં બેઠેલા 2 બાળકો સહીત કાર હંકારી નાસી જનાર ભારતીય મૂળના યુવકની ધરપકડ : અપહરણ તથા મારકૂટનો આરોપ

ન્યુયોર્ક : અમેરિકાના મિડલટાઉનમાં હોસ્પિટલ બહાર પાર્ક કરેલી એક કારમાં બેઠેલા 2 બાળકો સહીત કાર હંકારી નાસી જનાર ભારતીય મૂળના યુવક 24 વર્ષીય દલવીર સિંહની ધરપકડ કરવામાં આવી છે.હેરોઇનના નશામાં આચરેલા આ કૃત્ય બદલ તેના ઉપર અપહરણ તથા મારકૂટનો આરોપ લગાવાયો છે.

આ કાર 69 વર્ષીય બુઝર્ગ મહિલાની હતી.જેણે તે હોસ્પિટલ બહાર પાર્ક કરી હતી.તેને બળજબરીથી ઘસડી હટાવી દઈ કારમાં બેઠેલા બંને બાળકો સહીત કાર  હંકારી જનાર યુવકની પોલીસે પીછો કરી ધરપકડ કરી હતી રસ્તામાં તેના કબ્જામાંથી છૂટવા કોશિશ કરનાર બંને બાળકોને તેણે મારકૂટ કરી હતી. તેમજ કાર માલીક મહિલાને પણ ઇજા પહોંચાડી હતી. તેથી યુવક ઉપર  ઉપરોક્ત આરોપો  લગાવાયા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

(12:18 pm IST)