Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

યુ.એસ.સ્થિત ભારતીય પાદરીને 6 વર્ષની જેલ : સગીર યુવતીનું યૌનશોષણ કરવાનો આરોપ કબુલ કરી લઇ માફી માંગી

ન્યુયોર્ક : યુ.એસ.માં સાઉથ ડેકોટાના રૈપિડ સીટી ચર્ચમાં એક સગીર યુવતીનું યૌનશોષણ કરવા બદલ યુ.એસ.સ્થિત ભારતીય રોમન કેથોલિક પાદરી 38 વર્ષીય જોન પ્રવિનને 6 વર્ષની જેલ ફરમાવાઈ છે.તેણે પોતા ઉપરનો આરોપ કબૂલી લીધો હતો.તથા યુવતીના પરિવારની માફી માંગી હતી.તેમજ ફરીવાર એવું નહીં કરવાની કબૂલાત આપી હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:47 pm IST)