Gujarati News

Gujarati News

News of Friday, 31st January 2020

અમેરિકાની રાજધાની વોશિંગટન ડી.સી.માં ભારતનો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો : 26 જાન્યુઆરીના રોજ ભારતીય દૂતાવાસ ખાતે કરાયેલી ઉજવણીમાં 500 ઉપરાંત સ્થાનિક ભારતીયો જોડાયા : ધ્વજ વંદન ,અમેરિકા તથા ભારતના રાષ્ટ્રગીતનું ગાન ,દેશભક્તિ સભર ગીતો ,તથા સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કરાયેલી રંગે ચંગે ઉજવણી

વોશિંગટન : અમેરિકાની રાજધાની વોશિંગટન ડી.સી.માં 26 જાન્યુઆરીના રોજ ભારતનો 71 મો પ્રજાસત્તાક દિવસ ઉજવાઈ ગયો.
 આ તકે ડેપ્યુટી ચિફ ઓફ મિશન શ્રી અમિત કુમારએ મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ ફુલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી  હતી બાદમાં ધ્વજ વંદન કરાયું હતું તથા અમેરિકા અને ભારતના રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું
શ્રી અમીતકુમારએ ભારતના રાષ્ટ્રપતિનો શુભેચ્છા સંદેશ વાંચી સંભળાવ્યો હતો બાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.ઉજવણીમાં 500 ઉપરાંત ભારતીયો જોડાયા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:43 pm IST)