Gujarati News

Gujarati News

News of Friday, 31st January 2020

અમેરિકામાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ લાગુ પાડેલ ' પબ્લિક ચાર્જ ' અમલી બનશે : સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી : હવે 41 હજાર ડોલરથી ઓછી આવક ધરાવતા ઈમિગ્રન્ટ્સને ગ્રીન કાર્ડ નહીં મળે

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ઇમિગ્રન્ટ્સ માટે પબ્લિક ચાર્જ પોલિસી દાખલ કરી છે.જે મુજબ 41 હજાર ડોલરથી ઓછી આવક ધરાવતા ઈમિગ્રન્ટ્સને ગ્રીન કાર્ડ આપી શકાય નહીં.કારણકે આવા પરિવારો પબ્લિકના ટેક્સના ભોગે આરોગ્ય સહિતની તમામ સુવિધાઓ ભોગવી શકે છે.
ટ્રમ્પના આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજી નામંજૂર કરાઈ છે.તેથી હવે ગરીબી રેખા હેઠળ જીવતા ઇમિગ્રન્ટ્સ માટે ગ્રીન કાર્ડ મેળવવું સપનું થઇ જશે. જોકે ભારતીયોને લાગે વળગે છે ત્યાં સુધી મોટા ભાગના ઇમિગ્રન્ટ્સ એચ.1બી વિઝા ધરાવતા તજજ્ઞો છે જેઓની આવક 41 હજાર ડોલરથી વધુ છે તેથી બહુ ઓછી સંખ્યામાં ભારતીયો ગ્રીન કાર્ડથી વંચિત રહે તેવી શક્યતા છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(7:03 pm IST)