Gujarati News

Gujarati News

News of Friday, 31st January 2020

" એશિયન અમેરિકન્સ એન્ડ પેસિફિક આઈલૅન્ડર્સ (AAPI) ફોર બિડન " : AAPI વિક્ટરી ફંડએ પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનને સમર્થન ઘોષિત કર્યું

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી : અમેરિકામાં વસતા એશિયન અમેરિકન સમૂહ સંચાલિત 'એશિયન અમેરિકન પેસિફિક એલએન્ડર્સ ( AAPI ) વિક્ટરી ફંડએ 2020 ની સાલના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનને સમર્થન ઘોષિત કર્યું છે.જેથી સમગ્ર અમેરિકામાં વસતા એશિયન અમેરિકન સમૂહના મતો તેમને મળી શકે . જો બિડન એશિયન અમેરિકન લોકોના હિતો તથા પ્રશ્નો માટે ચિંતિત હોઈ તથા તેમના હક્કો માટે કાર્યરત જણાવાથી ઉપરાંત વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી શકે તેવા એકમાત્ર ઉમેદવાર હોવાથી ઉપરોક્ત સમર્થન  ઘોષિત કરાયું છે.તેવું AAPI વિક્ટરી ફંડ ચેર શ્રી શેખર નરસિંહમએ જણાવ્યું છે.

ઉપરોક્ત સમર્થનનો સ્વીકાર કરતા જો બિડન કમપેન કમિટીએ રોમાન્ચ તથા આનંદ વ્યક્ત કર્યો હતો.તથા તે માટે ગઈકાલ 30 જાન્યુઆરીના રોજ મીટીંગનું આયોજન કરાયું હતું તથા જોઈન AAPI  વિક્ટરી ફંડ ફોર નેશનલ વિક્ટરી ઓફ બિડનનું એલાન કરાયું હતું તેવું શ્રી અમિત જાનીની યાદી જણાવે છે.

(1:53 pm IST)