Gujarati News

Gujarati News

News of Friday, 31st January 2020

" ભારત માતાકી જય " : અમેરિકાના શિકાગોમાં 26 જાન્યુઆરીના રોજ ભારતનો 71 મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો : કોન્સ્યુલેટ જનરલ શ્રી સુધાકર દલેલાએ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો : રાષ્ટ્રગીતનું ગાન કરાયું : ભારતના રાષ્ટ્રપતિનો શુભેચ્છા સંદેશ વાંચી સંભળાવ્યો : સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા : 250 જેટલા ભારતીયોએ ધ્વજ વંદન કર્યું

શિકાગો :  શિકાગોના ભારતના કોન્સ્યુલેટ જનરલ, શિકાગો દર વર્ષે 26મી  જાન્યુઆરીએ ઇન્ડિયન રિપબ્લિક ડે ની ઉજવણી 455 એન. સિટી ફ્રન્ટ પ્લાઝા ખાતે શિકાગોમાં દર વરસે કરવામો આવેછે   આ સમયે  દરેક ભારતીય ભરેલા હૃદયે માતૃ ભૂમિ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. આ વર્ષે 26 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યે 250 ભારતીય સમુદાય વહેલી સવારે 10 વાગ્યે ભારતના કોન્સ્યુલેટ જનરલ, શિકાગોની ઓફિસ બિલ્ડિંગની બહાર ભારત પ્રતેયનો પ્રેમ દરસાવવા   માટે ખૂબ જ ઠંડુ  હવામાન છતાં . બધા લોકો ત્રિરંગી કલરના ફુગા નારંગી, સફેદ અને લીલાની યુનિટી ૧૦૦ ફૂટ લાંબી ચેન બનાવેલ  અને 'આઝાદી અમર રહો ..', ભારત માતાકી જય, વંદે માતરમ .... ના નારા  સાથે આસપાસ નું વાતાવરણ ગુંજી ઊઠેલ.
સવારે સાડા દસ વાગ્યે સમુદાયના તમામ સભ્યો શિકાગોના પરિસરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલની ઓફિસમાં પ્રવેશ્યા. ભારતના કોન્સ્યુલેટ જનરલ, શિકાગોએ શ્રી સુધાકર દલેલાજી અને તેમની ટીમ ભારતીય સમુદાયના તમામ સભ્યોને આવકાર્યા
સવારે 11:00 વાગ્યે કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા થી કરવામાં આવી હતી. કોન્સ્યુલ જનરલ સુધાકર દલેલાજી અને તેમની પત્ની નમ્રતાજી એ સાથે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં સામેલ થયેલા ત્યાર બાદ  રાષ્ટ્રગીત ગાયેલ  તે પછી કોન્સ્યુલ જનરલે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને માનનીય રાષ્ટ્રપતિના સંબોધન વાંચ્યું. કાર્યક્રમમાં નૃત્યની રજૂઆતો અને સ્થાનિક જૂથે  દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવેલ. કોન્સ્યુલ જનરલે પ્રજાસત્તાક દિન નિમિત્તે શુભેચ્છાઓ માટે શિકાગો શહેરના મેયર માનનીય લોરી ઇ. લાઇટફૂટનો સંદેશો  તેમના પ્રતિનિધિ દ્વારા આપવામાં આવેલ.
અંતે કોન્સ્યુલ જનરલ સુધાકર દલેલાજીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે ભાગ લેનાર તમામ શિકાગો સંસ્થાનો આભાર માન્યો હતો.
તેવું  શ્રી જયંતિ ઓઝાના તસ્વીર સૌજન્ય સાથે સુશ્રી કલા ઓઝાની યાદી જણાવે છે.

(1:12 pm IST)