Gujarati News

Gujarati News

News of Friday, 31st January 2020

" સ્ટેન્ડ વીથ તુલસી " : અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર હિન્દૂ કોંગ્રેસ વુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડના આજ 31 જાન્યુઆરીથી ન્યુ હેમ્પશાયરમાં ધામા : 11 ફેબ્રુઆરીના રોજ યોજાનારી પ્રાઈમરી ચૂંટણી સુધી પ્રચારમાં વ્યસ્ત રહેશે

ન્યુ હેમ્પશાયર : અમેરિકાના 2020 ની સાલના પ્રેસિડન્ટ પદ માટે જાન્યુઆરી 2019 માં ઉમેદવારી નોંધાવ્યા બાદ હિન્દૂ કોંગ્રેસ વુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડએ અત્યાર સુધીમાં 100 દિવસ જેટલો સમય ન્યુ હેમ્પશાયરમાં ચૂંટણી પ્રચાર માટે ગાળ્યો છે. હવે તેઓ આજ 31 ડિસેમ્બરથી ચૂંટણી પ્રચાર માટે ફરી વાર આવી પહોંચ્યા છે. આજરોજ સાંજે 6 થી 7-30 વાગ્યા દરમિયાન તેઓ પોર્ટ્સમાઉથ ટાઉન હોલ ખાતે જાહેર સભા સંબોધશે બાદમાં  11 ફેબ્રુઆરીના રોજ યોજાનારી પ્રાઈમરી ચૂંટણી સુધી સતત જુદા જુદા સ્થળોએ ચૂંટણી કમપેનમાં વ્યસ્ત રહેશે  

ઉલ્લેખનીય છે કે સુશ્રી તુલસી અમેરિકાના એકમાત્ર હિન્દૂ કોંગ્રેસ વુમન છે.તેઓ સૌપ્રથમવાર 2012 ની સાલમાં હવાઈ વિસ્તારમાંથી ચૂંટાઈ આવ્યા હતા.તથા 6 વર્ષ દરમિયાન તેમણે હોમલેન્ડ સિક્યુરિટી ,ફોરેન અફેર્સ ,તેમજ આર્મ્ડ સર્વિસ કમિટીમાં સેવાઓ આપેલી છે.ઉપરાંત ડેમોક્રેટિક નેશનલ કમિટીમાં પણ સેવાઓ આપેલી છે.

તેમની ખાસ વિશેષતા એ છે કે તેઓ કોર્પોરેશનશ, ,લોબિસ્ટ ,કે કોઈપણ પોલિટિકલ એક્શન કમિટીસ પાસેથી ફંડ સ્વીકારતા નથી.તેવું તેમના ચૂંટણી કમપેન દ્વારા જાણવા મળે છે.

(12:51 pm IST)