Gujarati News

Gujarati News

News of Thursday, 30th January 2020

''ડાન્સ પે ચાન્સ'' : યુ.એસ.મા ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન્સ ત્રિટેસ્ટના ઉપક્રમે ઉમંગભેર કરાયેલી ભારતના પ્રજાસતાક દિવસની ઉજવણીઃ જુદી જુદી ડાન્સ એકેડમીએ રજુ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમોથી ઉપસ્થિત વિશાળ સમૂહ આફરિનઃ અમેરિકા તથા ભારતના રાષ્ટ્રગીતનું ગાન કરાયું

(દિપ્તીબેન જાની દ્વારા)ન્યુજર્સી :  અમેરિકામાં છેલ્લા ૩ દાયકાથી ન્યુજર્સી, ન્યુયોર્ક તથા કનેકટીકટના તમમ ભારતીયોને એક છત્ર હેઠળ સંગઠિત કરી કોમ્યુનીટી સેવાઓ તથા ભારતની સંસ્કૃતિ જાળવી રાખવા કાર્યરત ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશીએશન ( NY, NJ, CT)  ત્રિટેસ્ટના ઉપક્રમે રપ જાન્યુઆરીના રોજ ભારે ઉમંગપૂર્વક ભારતનો ૭૧મો પ્રજાસત્તાક દિન ઉજવાઇ ગયો.

આ પ્રસંગે  ન્યુયોર્ક સ્તિ ભારતના DCG શ્રી શત્રુધ્ન સિંહા એકટર તથા કથક ડાન્સર સુશ્રી પ્રાચી તેહલાન, સુપર થર્ટી ફેમ મેથેમેટીકલ માસ્ટર આનંદ કુમાર, સહીતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

ઉજવણી અંતર્ગત નવી પેઢીને ભારતની સંસ્કૃતિ તથા ઇતિહાસથી વાકેફગાર કરવાના હેતુથી ડાન્સસ પે ચાન્સ  પ્રોગ્રામનું આયોજન  કરવામાં આવ્યુ હતુ.

વોર મેમોરીયલ થિયેટર ટ્રેસ્ટોન, ન્યુજર્સી મુકામે  યોજાયેલા કાર્યક્રમમાં જુદી જુદી ડાન્સ એકેડમીના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં માઇનોર, જુનીયર, સિનીયર તથા  એડલ્ટ વિભાગ રાખવામાં આવ્યા હતા. જેના નિર્ણાયકો તરીકે અનિદિતા નંદા, પેરોમિલા ચક્રવર્તી, પ્રનામા આકુલા, તથા સ્વાતિ વૈશ્નવએ સેવાઓ આપી હતી. સ્પોન્સર તરીકે રેડિયો મીર્ચી, એર ઇન્ડિયા, રિપબલક ટીવી, ટીવી એશીયા, પરીખ વર્લ્ડવાઇડ મિડીયા, તથા સાઉથ એશિયન ટાઇમ્સનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં અમેરિકા તથા ભારતના રાષ્ટ્રગીતનું ગાન કરાયુ હતુ.  બાદમાં DPC ચેર શ્રી સૌરીન પરીખએ સહુનુ સ્વાગત કર્યુ હતુ.  તથા FIA ની ૩૬ વર્ષની કામગીરી વિશે જણાવ્યું હતુ.  તથા છેલ્લા ૩ દશકામાં ૧૮ હજાર જેટલા બાળકોએ ડાન્સ સ્પર્ધામાં ભાગ લીધો હોવાનું જણાવ્યુ હતુ. ર૦ર૦ ની સાલના FIA ના નવનિયુકત હોદેદારો પ્રેસિડન્ટ શ્રી અનીલ બંસલ, એકઝી વાઇસ પ્રેસિડન્ટ શ્રી હિમાંશુ ભાટીયા, વાઇસ પ્રેસિડન્ટ શ્રી સૌરીન પરીખ, જનરલ સેક્રેટરીસ શ્રી પ્રવિણ બંસલ, ટ્રેઝરર શ્રી અમિત રીંગાસીયાનો સોગંદવિધી કરાયો હતો.

ઉજવણીના ગવર્નર પ્રતિનિધિએ FIA    બોર્ડ ઓફ ટ્રસ્ટીસમા લેવાયેલા પાસ્ટ પ્રેસિડન્ટ શ્રી સૃજલ પરીખ, તથા એન્ડી ભાટીયાનો સોગંધવિધી કરાવ્યો હતો. આ તકે શ્રી રમેશ પટેલ, ચેરમેન પદમશ્રી એચ.આર. શાહ, ડો. સુધીર પરીખ, શ્રી આલ્બર્ટ જસાણી, શ્રી રામ ગઢવી, શ્રી દિપક પટેલ, શ્રી ચંદ્રકાંત ત્રિવેદી, શ્રી પ્રવિણ પાંધી, શ્રી અંકુર વૈદ્ય, શ્રી જયેશ પટેલ તથા શ્રી યશ પાઉલ સોઇ સહિતના કોમ્યુનીટી અગ્રણીઓ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે જ્ત્ખ્ એ ઇ-બાઇ-વીકલી ડાએસ્પોરા ન્યૂઝ મેઇલર શરૂ કર્યુ છે. ઉપરાંત આ તકે ડાન્સ વિજેતાઓ, નિર્ણાયકો, કોરીઓગ્રાફર્સ સહિતનાઓને પ્રમાણપત્ર તથા શિલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા. તેવુ઼ં શ્રી પરેશ ગાંધીના ફોટો સૌજન્ય સાથ. જાણવા મળે છે.

(10:43 pm IST)