Gujarati News

Gujarati News

News of Thursday, 30th January 2020

ઇન્ડિયન અમેરિકન પોલીસ ઓફિસરની હત્યામાં મદદગારી કરનારને ૨૧ માસની જેલ

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં પોલીસ ઓફિસર તરીકે ફરજ બજાવતા ઇન્ડિયન અમેરિકન શ્રી રોબિન સિંઘના હત્યારાને ૨૬ ડિસેં.૨૦૧૮ના રોજ કોર્ટએ પાંચ વર્ષની જેલ સજા ફરમાવી છે. આ હત્યારાને નાસી છુટવામાં મદદગારી કરવા બદલ ગેરકાયદે અમેરિકામાં વસતા ૨૮ વર્ષીય યુવાન એરિક રોઝ રાઝોને પણ નામદાર કોર્ટએ ૨૧ માસની જેલ સજા ફરમાવી છે. જેણે હત્યારાને મેકિસકો નાસી જવામાં મદદ કરી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(9:35 pm IST)