Gujarati News

Gujarati News

News of Thursday, 30th January 2020

ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી એમી બેરાએ જો બિડનને સમર્થન ઘોષિત કર્યુઃ વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતના જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ હટાવી લેવાયાના પગલાનો વિરોધ નહીં કરતા નારાજ

કેલિફોર્નિયાઃ ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડો.એમી બેરાએ ૨૦૨૦ની સાલના અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનને સમર્થન ઘોષિત કર્યુ છે તેઓ વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વથી નારાજ થયા છે. ટ્રમ્પએ ભારતના જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ હટાવી લેવાના પગલા અંગે કાંઇ અભિપ્રાય આપ્યો નથી.

ડો.બેરાના મંતવ્ય મુજબ વિદેશોમાં સ્થાયી થયેલા હિન્દુ સહિત લઘુમતિ કોમના નાગરિકોને ભારતનું નાગરિકત્વ આપવામાં મુસલમાનોને બાકાત રાખવાનું પગલું વ્યાજબી નથી. આ અંગે પ્રેસિડન્ટ ટ્રમ્પએ પણ મંતવ્ય આપવુ જોઇતુ હતું તેવો તેમણે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો. તથા જો બિડનને સમર્થન ઘોષિત કર્યુ હતું.

(9:35 pm IST)