Gujarati News

Gujarati News

News of Thursday, 30th January 2020

''ઇન્ડિયન અમેરિકન પિતા-પુત્રની જુગલબંધી'': ઇન્ડો યુ.એસ.ચેમ્બર ઓફ કોમર્સ ટેમ્પા ફલોરિડાના બંને હોદેદારો

 ટેમ્પાઃ ઇન્ડો યુ.એસ ચેમ્બર ઓફ કોમર્સના ટેમ્પા ફલોરિડા ચેપ્ટરમાં સૌપ્રથમવાર પિતા તથા  પુત્ર બંને હોદેદાર તરીકે જવાબદારી સંભાળતા હોય તેવી ઘટના બની છે. જે મુજબ એલિવેટ ઇન્કના ફાઉન્ડર યુવાન શ્રી આકાશ પટેલને ૧ જાન્યુ.૨૦૨૦ થી બોર્ડમાં સ્થાન અપાયુ છે. તેમના પિતા શ્રી મિતેષ પટેલ પણ ચેમ્બરના બોર્ડમાં ૨૦૦૬ની સાલથી જવાબદારી સંભાળી રહ્યા છે.

પિતા સાથે પોતાને પણ બોર્ડમાં સ્થાન મળવા બદલ શ્રી આકાશે ખુશી વ્યકત કરી હતી. તથા પોતાના પિતાની માફક કોમ્યુનિટી સેવા કરવાની તક મળવા બદલ સંતોષ વ્યકત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે શ્રી મિનેશ પટેલ પરિવાર સાથે યુગાન્ડાથી ટેમ્પામાં આવી છેલ્લા ૨૫ વર્ષથી સ્થાયી થયા છે.

(9:35 pm IST)