Gujarati News

Gujarati News

News of Thursday, 30th January 2020

યુ.એસ.ના ઇલિનોઇસ સ્ટેટ રિપ્રેઝન્ટેટીવ તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી કેવિન ઓલિકલએ ઉમેદવારી નોંધાવીઃ માત્ર સાત સપ્તાહમાં જ ૧ લાખ ૧૭ હજાર ડોલરનું ફંડ ભેગુ કરી લીધુ

ઇલિનોઇસઃ ઇન્ડિયન અમેરિકન શ્રી કેવિન ઓલિકલએ નવેમ્બર ૨૦૧૯માં ઇલિનોઇસના ૧૬મા લેજીસ્લેટીવ ડીસ્ટ્રીકટમાંથી સ્ટેટ રિપ્રેઝન્ટેટીવ તરીકે ઉમેદવારી નોંધાવી છે. તેમણે ત્રીજા કવાર્ટરમાં એટલે કે માત્ર સાત જ સપ્તાહમાં ૧ લાખ ૧૭ હજાર ડોલરનું ફંડ ભેગુ કરી લીધુ છે. જે અન્ય તમામ ઉમેદવારોના ત્રીજા કવાર્ટરના ફંડ કરતા વધુ છે.

શ્રી કેવિન પોતાના વિસ્તાર સહિત સ્ટેટમાં પોષણક્ષમ ભાવે રહેણાંક તથા આરોગ્ય સેવા, તેમજ કામદારોને પુરતુ વળતર, ઉપરાંત ગન વાયોલન્સ નાબુદી સહિતના મુદે ચૂંટણી લડી રહ્યા છે.

(9:34 pm IST)