Gujarati News

Gujarati News

News of Thursday, 30th January 2020

" પદ્મ એવોર્ડ : 2020 ની સાલના ભારતના સુપ્રતિષ્ઠિત પદ્મ એવોર્ડ માટે 4 ઇન્ડિયન અમેરિકનની પસંદગી : શ્રી રોમેશ વઢવાણા ,શ્રી પ્રશાંતકુમાર પટનાયક ,શ્રી એસ.પી.કોઠારી ,તથા શ્રી જગદીશ શેઠને ભારતના રાષ્ર્ટપતિના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરાશે

ન્યુદિલ્હી : ભારતના શ્રેષ્ઠ ગણાતા પદ્મ એવોર્ડ માટેની 2020 ની સાલની યાદીમાં 4 ઇન્ડિયન અમેરિકનએ સ્થાન મેળવ્યું છે.જેમાં સિમ્ફોની ટેક્નોલોજી ગ્રુપના ફાઉન્ડર તથા સી.ઈ.ઓ.શ્રી રોમેશ વઢવાણા ,યુનિવર્સીટી ઓફ કેલિફોર્નિયા રિવરસાઈડના પ્રોફેસર શ્રી પ્રશાંતકુમાર પટનાયક ,સ્લોન સ્કૂલ ઓફ મેનેજમેન્ટ મેસ્સેચ્યુએટ્સના પ્રોફેસર શ્રી એસ.પી.કોઠારી ,તથા એમોરી યુનિવર્સીટીના પ્રોફેસર શ્રી જગદીશ શેઠનો સમાવેશ થાય છે.જેઓને માર્ચ અથવા એપ્રિલ માસમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનાં હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:26 pm IST)