Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

યુ.એસ.સ્થિત પ્રેસ ફોટોગ્રાફર અને પત્રકાર શ્રી કાંતિભાઈ મિસ્ત્રીના નડિયાદ ખાતે રહેતા પિત્રાઈ ભાઈ શ્રી મોતીલાલ ઉર્ફે બાબુભાઇ મિસ્ત્રીનું દુઃખદ અવસાન : 26 ડિસેમ્બરના રોજ શ્રીજીચરણ પામ્યા : ગુજરાત દર્પણ પરિવાર તથા ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ, કેલિફોર્નિયા પરિવારે શ્રધ્ધાંજલી પાઠવી

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : કેલિફોર્નિયા સ્થિત ગુજરાત દર્પણ,  ગુજરાત ટાઈમ્સ અને અન્ય ગુજરાતી ન્યુઝ પેપરના પત્રકાર અને પ્રેસ ફોટોગાફર કાન્તિભાઈ મિસ્ત્રી ના નડિયાદ ખાતે રહેતા પિત્રાઇ ભાઈ સ્વ. મોતીલાલ ઉર્ફે બાબુભાઈ મિસ્ત્રી નડિયાદ મુકામે તારીખ ૨૬ મી ડીસેમ્બરના રોજ શ્રીજી ચરણ પામેલ છે, તેઓશ્રી પ્રખ્યાત ફર્મ મે.પ્રભુદાસ ઝવેરદાસ એન્ડ કુ, ઇમારતી લાકડા ના વહેપારી હતા, તેઓ તેમની પાછળ પત્નિ,પુત્ર-પુત્રી તથા ભાઈ-બહેનો ના વિશાળ પરિવારને મૂકીને અનંત યાત્રાએ સિધાયા છે, તેમના ઉમદા અને મિલનસાર સ્વભાવને કારણે પરિવાર તથા વહેપારી વર્ગ અને મિત્ર વર્તુળ  ખૂબ આઘાત પામ્યો છે. પરમ ક્રુપાળુ પરમાત્મા સદ્દગત્ત ના આત્માને શાંતિ પ્રદાન કરે તથા પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન થાય તેવી પ્રભુને પ્રાર્થના. ગુજરાત દર્પણ પરિવાર તથા ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ, કેલિફોર્નિયા પરિવાર પણ આ સંવેદનામાં સહભાગી બનીને દીલસોજી પાઠવે છે. તારીખ ૨૬ મી ડીસેમ્બર ના ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ ની 'ઝુમ મીટ' ના આયોજન દ્વારા સદ્દગત્ત શ્રી મોતીલાલ મિસ્ત્રીને શ્રધ્ધાંજલિ અર્પવામાં આવી હતી. સંસ્થાના શ્રી ગુણવંતભાઈ પટેલે સદ્દગત્તશ્રી નો પરીચય આપી એમની સાથે નડિયાદ ખાતે ની મુલાકાત યાદ કરી હતી, જ્યારે હર્ષદરાય શાહે તેઓશ્રી ને ૪ માસ પહેલાંની U S A ની વીઝીટ ના સ્મરણો ટાંક્યા હતા, તેમજ આ મીટ માં ઓસ્ટેલીયાથી જોડાએલ શ્રી શિરીષ પટેલ ના સુરમાં સુર પુરાવીને '' મંગલ મંદિર ખોલો " ગાઈ ને એક મિનિટ નું મૌન પાળી પુનઃ પ્રાર્થના દ્વારા તેઓશ્રી મોક્ષ ગતિ પ્રાપ્ત કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી...તેવું શ્રી હર્ષદરાય શાહ ,કેલિફોર્નિયાની યાદી જણાવે છે.

(11:59 am IST)