Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

યુ.એસ.માં બેવર્લી હિલ્સ જૈન સોશીઅલ ગૃપના ઉપક્રમે ગાલા ડિનર બેન્કવેટ પ્રોગ્રામ યોજાયોઃ નવકાર મંત્રના જાપ, મહાનુભાવોના ઉદબોધન તથા સ્વાગત, ડી જે ડાન્સ તથા ડિનર સાથે કરાયેલી ઉમંગભેર ઉજવણી

કેલિફોર્નિયાઃ તાજેતરમાં યુ.એસ.ના બેવર્લી હિલ કેલિફોર્નિયા મુકામે જૈન સોશીઅલ ગૃપના ઉપક્રમે ગાલા ડિનર બેન્કવેટ પ્રોગ્રામ યોજાઇ ગયો.

JSG ઇન્ટરનેશનલ ફેડરશન ચેપ્ટર બેવર્લી હિલના ઉપક્રમે યોજાયેલા આ ગાલા ડિનર પ્રોગ્રામની શરૂઆત સુશ્રી દેવિકા ઉદાણીએ નવકાર મંત્રના જાપ સાથે કરી હતી. તથા ચેપ્ટરના ફાઉન્ડર શ્રી રાજેન્દ્ર વોરાએ સહુ ઉપસ્થિતોનું સ્વાગત કર્યુ હતું. તથા જણાવ્યું હતું કે JSG ફેડરેશન હેઠળના વિશ્વના ૪૫૦ ચેપ્ટરમાં બેવર્લી હિલ્સ જૈન સોશીઅલ ગૃપ પ્રથમ ત્રણમાં સ્થાન ધરાવે છે.

આ તકે ઉપસ્થિત શ્રી રમેશ મુરારકાનું સ્વાગત કરાયું હતું. શ્રી જૈન મોદીએ આગામી જૈન અધિવેશન વિષે માહિતી આપી હતી.

ગાલા પ્રોગ્રામ અંતર્ગત ડીઝાઇનર સુશ્રી રોહિલી બેદી દ્વારા તૈયાર કરાયેલા વસ્ત્રોનું નિદર્શન ૧૦ સુંદરીઓ દ્વારા કરાયું હતું.

ટ્રેઝરર સુશ્રી નિના જૈન તથા પ્રેસિડન્ટ શ્રી હર્ષિત બદાણી શ્રી વોરા સાથે જોડાયા હતા.

અંતે ડિનર બાદ DJ સાથે ડાન્સ પ્રોગ્રામ યોજાયો હતો.

(9:00 pm IST)