Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

યુ.એસ.માં બૃહદ ન્યુયોર્ક સિનિઅર્સના ઉપક્રમે ઉમંગભેર ઉજવાઇ ગયેલો દિવાળી તથા ક્રિસમસ તહેવારઃ ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર તથા પ્રણેતા સ્વ.શશિકાંત પટેલના યોગદાનને બિરદાવાયું: ડાન્સ, ડિનર, તથા બોલીવુડ ગીતોની રમઝટ સાથે કરાયેલી ઉજવણીમાં ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી સહિત ૫૦૦ ઉપરાંત આમંત્રિતોએ હાજરી આપી

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં બૃહદ ન્યુયોર્ક સિનીઅર્સના ઉપક્રમે ૨૧ ડિસેં. ૨૦૧૮ના રોજ દિવાળી તથા ક્રિસમસ ડિનર પ્રોગ્રામ ઉજવાઇ ગયો.

ફાઇવ સ્ટાર બેન્કવેટ હોલમાં કરાયેલી ભવ્ય ઉજવણી પ્રસંગે ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી, ન્યુયોર્ક ગવર્નર ઓફિસના પ્રતિનિધિ શ્રી હર્ષ પારેખ, શ્રી મોહમ્મદ હકક,શ્રી હરિપ્રત સિંઘ સહિતના મહાનુભાવો સહિત ૫૦૦ ઉપરાંત ગેસ્ટએ હાજરી આપી હતી.

આ તકે તમામ ઉપસ્થિતોએ બૃહદ ન્યુયોર્ક સિનીઅર્સના ફાઉન્ડર તથા પ્રણેતા સ્વ.શશિકાંત પટેલને કોમ્યુનીટીના ઉત્કર્ષ માટે આપેલા યોગદાનને બિરદાવી સ્મૃતિવંદના કરી હતી.

અમેરિકા તથા ભારતના રાષ્ટ્રગીતના ગાન સાથે શરૂ કરાયેલી ઉજવણી અંતર્ગત સ્થાનિક ગાયકો રાકેશ રાજ તથા નિક્કીએ બોલીવુડના જુના તથા નવા ગીતોની રમઝટથી ખુશ કરી દીધા હતા. બાદમાં ડાન્સ, ડિનર, તથા ગીફટ સાથે સહુએ ઉજવણીને આંદ માણ્યો હતો. તેવું શ્રી ક્ષિતિજ જોશીના ફોટો સૌજન્ય સાથે શ્રી અજય શશિકાંત પટેલની યાદીમાં જણાવાયું છે.

(8:30 pm IST)