Gujarati News

Gujarati News

News of Thursday, 27th December 2018

બ્રિટનમાં કાળા ધોળાનો ભેદ : ભારતીયો સહિત એશિયન શિક્ષકોને એક પિરિયડના 44 પાઉન્ડ જયારે ગોરાઓને 61 પાઉન્ડ ચૂકવાય છે : યુ.કે.ની થિન્ક ટેન્ક રિઝોલ્યુશન ફાઉન્ડેશનનો અહેવાલ

લંડન : બ્રિટનમાં  કાળા ધોળાનો ભેદ હજુ પણ યથાવત હોવાનું   યુ.કે.ની થિન્ક ટેન્ક રિઝોલ્યુશન ફાઉન્ડેશનના અહેવાલ દ્વારા જાણવા મળે છે.અહેવાલમાં જણાવાયા મુજબ દરેક ક્ષેત્રોમાં કર્મચારીઓને અપાતા વળતરમાં રંગભેદની નીતિ જોવા મળે છે.જેમકે  ભારતીયો સહિત એશિયન શિક્ષકોને એક પિરિયડના 44 પાઉન્ડ જયારે ગોરાઓને 61 પાઉન્ડ ચૂકવાય છે પરિણામે ભારતીય,પાકિસ્તાની,બાંગ્લાદેશી,મહિલાઓ તથા પુરુષોને અપાતા વળતરમાં દર વર્ષે 3.2 બિલિયન પાઉન્ડનો તફાવત જોવા મળે છે.તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(8:31 pm IST)