Gujarati News

Gujarati News

News of Thursday, 27th December 2018

યુ.એસ.માં ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ મિડવેસ્ટના ઉપક્રમે ૮ ડિસેં.ના રોજ યોજાઇ ગયેલો ''એન્યુઅલ ગાલા ડિનર પ્રોગ્રામ'': ભારતના કોન્સુયલ જનરલ સુશ્રી નિતા ભૂષણ, ચેમ્બર પ્રેસિડન્ટ, SBI શિકાગોના ceo સહિત ૫૦૦ પ્રતિનિધિઓની હાજરીઃ ન્યુ ઇન્ડિયાના આર્થિક વિકાસ તથા યુ.એસ.સાથેના સંબંધોની છણાંવટ કરાઇ

શિકાગોઃ યુ.એસ.માં ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ મિડવેસ્ટના ઉપક્રમે ૮ ડિસેં. ૨૦૧૮ના રોજ એન્યુઅલ ગાલા ડિનર પ્રોગ્રામ યોજાઇ ગયો.

આશિયાના બેન્કવેટસ, ડાઉનર્સ ગ્રો, શિકાગો, ઇલિનોઇસ મુકામે યોજાઇ ગયેલા આ પ્રોગ્રામમાં ન્યુ ઇન્ડિયામાં વર્તમાન આર્થિક પરિવર્તન તથા યુ.એસ. સાથેના સંબંધોની છણાવટ કરવાનો હેતુ હતો.

આ પ્રોગ્રામમાં ભારતના કોન્સ્યુલ જનરલ સુશ્રી નિતા ભૂષણ, નેપરવિલ્લે એરીયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટ/ceo સુશ્રી નિક્કી એન્ડરસન, SBI શિકાગોના ceo શ્રી અમિત ઝિંગરન, કમિશ્નર સહિત મહાનુભાવોએ હાજરી આપી હતી. ઉપરાંત એર ઇન્ડિયાના સુશ્રી માલિની વૈદ્યનાથન, ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટી લીડર ડો.ભરત બારાઇ, સહિત અગ્રણી વ્યાવસાયિકો હાજર રહ્યા હતા.

ચેમ્બરના પ્રમુખ શ્રી અજીત પંતએ ભારતમાં નવા આર્થિક પરિવર્તનો સાથે અમેરિકાનો સહયોગ વિષયક ઉદબોધન કર્યુ હતું. ઉપરાંત કોન્સ્યુલ જનરલ ઓફ ઇન્ડિયા સુશ્રી નિતા ભૂષણ, સુશ્રી નિક્કી એન્ડરસન, શ્રી અમિત,  ઝિંગરન, કમિશ્નર શ્રી ફ્રાંક એવિલા, ડો.પ્રકાશમ ટાટા, સહિતના અગ્રણીઓએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા. જેમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા નવા પ્રોજેકટસ જેવા કે સ્ટાર્ટ અપ, મુદ્દા સ્કિમ, ગુડસ એન્ડ સર્વિસ ટેકસ, બેન્કરપ્સી એન્ડ ઇન્સોલ્વન્સી કોડ, પ્રધાનમંત્રી આરોગ્ય યોજના, અટલ પેન્શન યોજના સહિત વિવિધ પ્રોજેકટ દ્વારા ભારતનો આર્થિક વિકાસ થઇ રહ્યો હોવા અંગે માહિતી આપી હતી.

બાદમાં કોકટેઇલ્સ અને ગાલા ડિનર સાથે પ્રોગ્રામ સંપન્ન થયો હતો. તેવું શ્રી સુરેશ તથા સુશ્રી ઉષા બોડીવાલાની યાદીમાં જણાવાયું છે.  

(8:27 pm IST)