Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

ઓપરેશન ઓલઆઉટ : જમ્મુ-કાશ્મીરમાં એક વર્ષમાં સેનાએ ૩૧૧ આતંકી ઠાર કર્યા

2017માં 40 જયારે 2018માં 77 સ્થાનિક નાગરિકોના મોત

નવી દિલ્હી:જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા આતંકીઓ વિરુધ ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ઓલઆઉટ હેઠળ ૧ વર્ષ દરમિયાન કુલ ૩૧૧ આતંકવાદીઓને ઠાર કરાયા છે.

 આ આંકડો છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી વધુ છે. આ પહેલા ૨૦૧૦માં કુલ ૨૩૨ આતંકીઓને ઠાર કરાયા હતા.

  ભારતીય સેનાની ૧૫ કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ અનિલ કુમારે આ જાણકારી આપી હતી. તેઓએ સુરક્ષાબળો વચ્ચેન શાનદાર તાલમેલ અને ઓપરેશન માટે આપવામાં આવેલી આઝાદીને તેનો શ્રેય આપ્યો હતો.

  ગૃહ મંત્રાલયના આંકડાઓના જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૧૮માં જમ્મુ અને કાશ્મીર ઘાટીમાં આતંકી ગતિવિધિઓમાં ગત વર્ષ કરતા વધારો થયો છે

 ૨૦૧૮માં ૭૭ સ્થાનિક નાગરિકો માર્યા ગયા છે, જો કે ૨૦૧૭માં આ આંકડો ૪૦ હતી.

૨૦૧૮ના પ્રથમ સપ્તાહ સુધી ૨૨૩ આતંકીઓ ઠાર કરાયા હતા, જેમાં ૯૩ આતંકીઓ વિદેશી હતા. પરંતુ ત્યારબાદના ૩ અઠવાડિયામાં કુલ ૮૮ આતંકીઓને મારવામાં આવ્યા છે.

(9:22 pm IST)