Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

૨થી વધુ બાળકો પેદા કરો : ચંદ્રાબાબુ નાયડુ

આવા ઉમેદવારોને સ્થાનિક ચૂંટણી લડવા પરનો પ્રતિબંધ હટાવી લીધો : ઇન્સેન્ટીવ આપશે!!

નવી દિલ્હી તા. ૩૧ : આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન અને ટીડીપીના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુએ રાજયના યુવા દંપત્તિઓને બે અથવા બેથી વધારે બાળકો પેદા કરવા સલાહ આપી છે. ચંદ્રાબાબુ નાયડુએ બે અથવા બેથી વધુ બાળકો પેદા કરવા ઈચ્છુક યુગલોને ઈન્સેન્ટિવ આપવાની પણ ઘોષણા કરી છે. તેની સાથે જ મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ એવા નિયમોને પણ સમાપ્ત કર્યા છે કે જેના પ્રમાણે બે અથવા તેનાથી વધુ બાળકોવાળા ઉમેદવારોના સ્થાનિક નિગમની ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવતી ન હતી.

ચંદ્રાબાબુ નાયડુએ પોતાની ઘોષણાની સાથે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે રાજયની વસ્તી ઝડપથી ઓછી થઈ રહી છે. તેમણે જણાવ્યું છે કે ગત દશ વર્ષોમાં રાજયની વસ્તીમાં ૧.૬ ટકાનો ઘટાડો સામે આવ્યો છે.

ડિયા રિપોર્ટ્સ પ્રમાણે ચંદ્રાબાબુ નાયડુએ વધુમાં વધુ બાળકો પેદા કરવાની તરફદારી કરવાની સાથે કહ્યું છે કે વસ્તી વૃદ્ઘિનો દર જાળવવા માટે આ યોગ્ય સમય છે. ચંદ્રાબાબુ નાયડુએ ચિંતા વ્યકત કરી છે કે જો આવી સ્થિતિ જ ચાલુ રહેશે, તો આગામી બે દશકાઓમાં ભોજન માટે મોંઢા વધુ અને કામ કરવાના હાથ ઓછા હશે.

(4:04 pm IST)