Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

કુલભૂષણ જાધવ કેસનાં ભારતનો પક્ષ મજબૂત પાકિસ્તાના પાસા ઉલ્ટા પડયા

નવીદિલ્હી, તા.૩૧: એવું લાગે છે કે પાકિસ્તાને કુલભૂષણ જાધવ કેસમાં પોતાની મુશ્કેલીઓ જાતે જ વધારી લીધી છે. જેના લીધે ભારતને તેને ધરેવા માટેનો એક વધુ મોકો મળી ગયો છે. હકીકતમાં પાકિસ્તાને સંયુકત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રિય ન્યાય અદાલત(આઇસીજે)ના ચુકાદાની તરફેણમાં મત આપ્યો છે. જાધવ કેસ બાબતે ભારત આઇસીજેમાં ગયું હતું અને કહેવાતા ભારતીય જાસૂસને મોતી સજા દેવા તથા રાજકીય પહોંચ ન આપવાના નિર્ણયને પડકાર્યો હતો.

ભારતે પોતાના નિવેદનમાં ૨૦૦૪માં અવેના અને બીજા મેકસીકન નાગરીકો માટે અપાયેલા ચુકાદાનો સંદર્ભ લીધો હતો. જેમાં આઇસીજીએ અમેરીકાને વિયેના સંધી અને રાજકીય પહોંચ ન આપવા માટે દોષિત ઠેરવ્યું હતું. અમેરીકાએ મેકસીકોના એ નાગરિકોની રાજયકીગ પહોંચ નહોતી આપી જેમને મોતની સજા આપવામાં આવી હતી.

ટાઇમ્સ ઓફ ઇન્ડીયાના રિપોર્ટ અનુસાર પાકિસ્તાને ગયા અઠવાડીયે ભારત સહિત ૬૮ દેશો સાથે સંયુકત રાષ્ટ્રના એક પ્રસ્તાવની તરફેણમાં મત આપ્યો હતો. જેમાં અવેના ચુકાદાને આખો અને તરત અમલી કરવાનું કહેવાયું છે. ૧૪ વર્ષ પછી પણ અમેરીકાએ આઇસીજીના ચુકાદાને લાગુ નથી કર્યો.

(3:53 pm IST)