Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

એર ઇન્ડિયાની ફલાઇટમાં યાત્રીએ કપડાં ઉતારી નાખ્યાં

દુબઇમાં યાતનાનો શિકાર બનેલા વ્યકિતની માનસિક હાલત બગડી ગઇ

મુબઇ તા.૩૧: દુબઇથી ૧૫૦ યાત્રીઓને લઇને લખનૌ આવેલી એર ઇન્ડિયાની ફલાઇટમાં એ સમયે હંગામો થયો જયારે ૩૫ વર્ષીય એક યાત્રી કપડાં ઉતારીને ફરવા લાગ્યો. ફલાઇટમાં રહેલા સ્ટાફે ઉતાવળમાં તેનું શરીર કમ્બલથી ઢાંકી દીધું. આ ઘટના શનિવારે બની, પરંતુ રવિવારે આ કેસ સામે આવ્યો.

સૂત્રોએ જણાવ્યું કે એર ઇન્ડિયા એકસપ્રેસ દુબઇથી લખનૌ જઇ રહી હતી. ફલાઇટમાં ઉન્નાવનો રહેવાસી ૩૫ વર્ષીય સુરેન્દ્ર નામનો યાત્રી બેઠો હતો. તે અચાનક શનિવારે ૨.૦૦ વાગ્યે ઊઠ્યો અને કપડા ઉતારવાના પ્રયાસ કરવા લાગ્યો. તેને અડધા કપડા ઉતાર્યા અને સ્ટાફની નજર તેની પર પડી. તેણે બેસાડીને સ્ટાફે તેનું શરીર કમ્બલથી ઢાંકી દીધું.

ફલાઇટમાં બે સ્ટાફવાળા આગળના સફરમાં તેને પકડીને બેસી રહ્યા, જેથી તે કોઇ આવી હરકત ન કરે. લખનૌ પહોંચ્યા બાદ સુરેન્દ્રને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિકયોરિટી ફોર્સને સોંપી દેવાયો.

સુરેન્દ્ર દુબઇમાં કામ કરી રહ્યો હતો. જ્યાં તેના માલિકે ખૂબ જ ત્રાસ આપતાં તેની માનસિક હાલત ખરાબ થઇ ગઇ. દુબઇમાં કામ કરતી વખતે તેને રજા પણ ન મળી. સુરેન્દ્રનો માલિક પાકિસ્તાનનો રહેવાસી હતો. તેને લાગ્યું કે ફલાઇટ દુબઇમાં લેન્ડ કરશે. તેથી તને પોતાનું ગુસ્સો જાહેર કરવા માટે કપડાં ઉતારવાનો પ્રયાસ કર્યો. (૭.૨૭)

(3:40 pm IST)