Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

ભારતીય સ્ટાર્ટઅપ કોમ્યુનિટીનો વિદેશમાં પણ વધતો પ્રભાવ

વિશ્વના 125 દેશોમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટના અંદાજમાં ભારતને 37માં ક્રમે રાખયુ

નવી દિલ્હી :ભારતની સ્ટાર્ટઅપ કોમ્યુનીટી ઝડપથી આગળ વધી રહી છે. તે માત્ર ભારતમાંજ નહી પરંતુ વિદેશમાં પણ પોતાનો પ્રભાવ દર્શાવી રહી છે.

  એક ગ્લોબલ સ્ટાર્ટઅપ ઈકોનોમિસ્ટમેપ સ્ટાર્ટઅપબ્લિંક એ વર્સ ૨૦૧૭ માટે સમગ્ર દુનિયાના ૧૨૫ દેશોમાં સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના અંદાજથી ભારતને ૩૭માં નંબર પર રાખ્યુ. આ રેંકિંગમાં સ્પષ્ટ થઈ રહ્યુછે કે ભારત વિકાસ અને ડેવલપમેન્ટને લઈને સ્થાયી વાતાવરણ બનાવી રહ્યુ છે અને એક સારી સ્ટાર્ટઅપ કોમ્યુનીટી ઉભી થઈ રહી છે. સ્ટાર્ટઅપને આકષત કરવા માટે યૂર્પીય યૂનિયનમાં ઈ-રેજીડેંસી જેવી સ્કીમ પણ સામે આવી રહી છે.

  છેલ્લા એક દઅશકથી ભારતીય સ્ટાર્ટઅપ્સને કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકારો તરફથી સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. તેનુ પરીણામ છે કે ફાઈનાન્સીયલ સવસ, ટ્રાવેલ એન્ડ હોસ્પિટાલીટી, ઈ-કોમર્સ વગેરે સેક્ટરમાં એક મોટી તક રહેલી છે ૧૦ વર્ષોમાં સ્ટાર્ટઅપ કોમ્યુનીટીના રોકાણ અને વપરાશ બન્નેની માંગમાં વૃધ્ધિ જોઈ છે.

(1:26 pm IST)