Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

માર્કેટનો બેડ ટાઇમ SIP માટે બેસ્ટ ટાઇમઃ SIP તમારા આર્થિક સ્વાસ્થ્ય માટે લાભકારક છે

મ્યુચ્યુઅલ ફન્ડના સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) ને શ્રેષ્ઠ રોકાણસાધન ગણાવ્યું હતું: આમ તો SIP માટે કોઇપણ સમય બેસ્ટ જ ગણાય. ખાસ કરીને જો SIP લાંબા ગાળા માટે હોય તો, પરંતુ વર્તમાન સમય આ પ્લાન માટે બેસ્ટમાં બેસ્ટ છે કેમ કે આ સમય રાજકીય ઊથલપાથલનો છે, વોલેટિલિટીનો અને અનિશ્ચિતતાનો છે જેમાં બજાર સતત વધઘટ કર્યા કરશે. આમાં પ્રાઇસ એવરેજનો લાભ વધુ મળી શકે તેમ જ જોખમનું નિયમન વધુ થઇ શકે

મુંબઇ તા.૩૧: બિગ બુલ જેવા નામથી જેની ચર્ચા થાય છે અને જેની વાતોને લોકો બજારનો સંકેત માને છે. એવા રાકેશ ઝુનઝુનવાલા મોટેભાગે શેરબજારના ટ્રેન્ડ વિશે પોતાની વાત કે મત જાહેર કરતા હોય છે. તેમના આ અભિપ્રાયને બહુ જ ગંભીરતાથી પણ લેવામાં આવે છે એ બિગ બુલે તાજેતરમાં મ્યુચ્યુઅલ ફન્ડની વાત કરી હતી. તેમણે મ્યુચ્યુઅલ ફન્ડના સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી)ને શ્રેષ્ઠ રોકાણસાધાન ગણાવ્યું હતું. તેમના મતે દરેક ભારતીયઇન્વેસ્ટરે એસઆઇપીમાં રોકાણ કરવું જ જોઇએ. જો કે તેમની  આ સલાહ સાથે એક ચેતવણી અને શિખામણ પણ આપે છે. ઝુનઝુનવાલા કહે છે કે 'રોકાણકારોએ એસઆઇપી પાસે વધુ  પડતી આશા રાખવીનહીંં. વાજબી આશા જ રાખવી અર્થાત એસઆઇપીમાં તમારાં નાણા બમણાં થઇ જશે કે ૪૦થી ૪૫ ટકા વળતર મળશે એવી ખોટી અપેક્ષા રાખવી નહીં. બલકે ૧૨થી ૧૩ ટકા વળતરમાં સંતોષ માની લેવામાં સાર રહેશે.' તેમના મતે રોકાણકારોએ આ મામલામાં ઓવરસ્માર્ટ કે લાલચું થવાથી  દૂર રહેવું જોઇએ. આ બિગબુલ માને છે કે આગામી સમયમાં એસઆઇપીમાં ભંડોળપ્રવાહ વધતો રહેશે એ નક્કી કહી શકાય.

લ્ત્ભ્  માં રોકાણ શેને બદલે?

વાસ્તવમાં રોકાણકારો મ્યુચ્યુઅલ ફન્ડ કે એના આ પ્લાનમાંથી ઇકિવટી સમાન વળતર મેળવવા આવતા નથી અને એવી આશા રાખવી પણ જોઇએ નહીં. બલકે તેઓ પીપીએફ અને ઇન્શ્યોરન્સ કે બેન્ક એફડીના બદલે મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાઓ પાસે આવતા હોય છે તો પછી તેમણે ૧૩-૧૪ થી બહુ-બહુ તો ૧૫ ટકા સુધી વળતર મળી જાય તો પણ સંતોષ માની લેવો જોઇએ જે અન્ય પરંપરાગત કે સરકારી બચત યોજના કરતાં લગભગ બમણું થાય છે.

સારા સમયની આશા

ભારત માટે માત્ર એનબીએફસી અને બેન્કો કાફી નથી, ભારતને વિદેશી રોકાણની મોટેપાયે જરૂર છે. આ પ્રવાહ આવી શકે અને વધી પણ શકે છે. ઝૂનઝુનવાલા પોતે મોદી સરકાર પુનઃ સત્તા પર આવશે એવું માને છે, પરંતુ આપણે અહીં તેમની અંગત માન્યતા ગણીએ તો પણ આગામી સમય માર્કેટ માટે સારો રહેવાની આશા નકારી શકાય નહીં,  હા, માર્કેટની ગતિમાં કયાંક અવરોધ-રુકાવટ  આવી શકે, પણ માર્કેટ માટે એ ટૂંકા ગાળાની અસર હશે. સત્તા પર કોણ આવે છે એના કરતાં સ્થિરતા અને પોલિસીની સાતત્યતા કેવી રીતે રહે છે એ જોવાનું મહત્ત્વ વધુ રહે છે.

વધારો યા જાળવો

આમ તો SIP માટે કોઇપણ સમય બેસ્ટ જ ગણાય. ખાસ કરીને જો SIP લાંબા ગાળા માટે હોય તો, પરંતુ વર્તમાન સમય આ પ્લાન માટે બેસ્ટમાં બેસ્ટ છે કેમ કે આ સમય રાજકીય ઊથલપાથલનો છે, વોલેટિલિટીનો અને અનિશ્ચિતતાનો છે જેમાં બજાર સતત વધઘટ કર્યા કરશે. આમાં પ્રાઇસ એવરેજનો લાભ વધુ મળી શકે તેમ જ જોખમનું નિયમન વધુ થઇ શકે. રોકાણકારો આ સમયમાં એસઆઇપી બંધ કરવાનું તો ન જ વિચારે એમાં શાણપણ છે, બાકી જોખમ લેવાની અને હોલ્ડિંગની ક્ષમતા હોય તો એસઆઇપી વધારવાની અને જાળવવાની હિંમત જરૂર કરી શકાય.

હેલ્થની જેમ વેલ્થ માટે

અતિશયોકિત ભલે લાગે, પણ મારા મતે તો જેમ બાળકોને પોલિયોનાં ટીપાં અપાય છે, લોકોની હેલ્થ માટે બ્લડ ચેક કરાય છે, ફિટનેસની ટેસ્ટ થાય છે જેવાં હેલ્થ સંબંધી પગલાં ભરાય છે અને એ ભરવામાં સાર ગણાય છે એમ વેલ્થ માટે દરેકનાં બેન્ક અકાઉન્ટ હોવામાં અને દરેકનાં લાંબા ગાળાની બચત-રોકાણ સ્વરૂપે એસઆઇપી હોવામાં સાર્થકતા છે.(૧.૩)

(11:56 am IST)